ગાંધીધામના ઈન્સેન્લી ઇન્ડિપેન્ડન્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જૂન મહિનામાં શ્રીકૃષ્ણ અમૃતસર પ્રોજેક્ટનુ શુભારંભ કરવામાં આવ્યું

કચ્છ – ગાધીધામ – તારીખ – ૦૮/૦૧/૨૦૨૨ – આ પ્રોજેક્ટ દરમિયાન ઈન્સેન્લી ઇન્ડિપેન્ડન્સ ગ્રૂપના સ્થાપક પ્રિયંકા ભોજ વાણી અને પ્રેસિડેન્ટ ડોક્ટર સુનિતા દેવનાની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રોજેક્ટ પર્માનેન્ટ છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત અમે ગરીબ બાળકોમાં હંમેશા ઉનાળાની ઋતુમાં છાશ અને શિયાળાની ઋતુમાં દૂધ વિતરણ કરતા રહીશું તો એ વાતને કાયમ રાખવા માટે ડોક્ટર સુનિતા દેવનાનીના સુપુત્રી પ્રિયાંશી દેવનાનીનો જન્મદિવસ હોવાથી ગરીબ બાળકોમાં દૂધ વિતરણ કરવામાં આવ્યું તેમના આ કાર્યથી બાળકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો બાળકોને દૂધની સાથે નાસ્તાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ સમગ્ર આયોજનના દાતા ડોક્ટર સુનિતા દેવનાની રહ્યા હતા. આ ઉપરાંત ઈન્સેન્લી ઇન્ડિપેન્ડન્સ ચેરીટેબલ ટ્રસ્ટના ફર ફ્રેંડ્સ પ્રોજેક્ટ અંતર્ગત શ્વાનને બિસ્કીટ પણ ખવડાવવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટના હેડ ગોપિકા રોચીરમાણી છે. આ સમગ્ર કાર્યને સફળ બનાવવા ડોક્ટર સુનિતા દેવનાની, પ્રિયંકા ભોજવાણી,હીના વ્યાસ, મમતા મંગલાણી, નિર્મલા રાણા, નરેશ બેલાણી,  હેમલતા ગોલાણી,પિંકી બાગરેચા, ઈશાની ગોસ્વામી વગેરેએ જહેમત ઉઠાવી હતી. રીપોર્ટ – કરિશ્મા માની કચ્છ બ્યુરો ચીફ

Leave a Reply

Your email address will not be published.

error: