પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

મ્હે .પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી બોર્ડર રેન્જ ભુજ – કચ્છ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ – કચ્છ ગાંધીધામ નાઓ દ્વારા પ્રોહિ / જુગારની બદી નેસ્ત નાબુત કરવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ – અંજાર તથા પોલીસ ઇન્સપેક્ટરશ્રી કે.પી. સાગઠીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હકિકત મળેલ કે ભુકંપનગર , કિડાણા , તા.ગાંધીધામ ખાતે રહેતા ઉગમસિંહ સોઢા પોતાના કબ્જાના રહેણાંક મકાનમાં ગે.ડા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરે છે . જે હડિત આધારે રેઇડ કરતા નિચે મુજબના આરોપીને ભારતીય બનાવટના વિદેશીદારૂના જથ્થા સાથે પક્ડી પાડી પોલીસ સ્ટેશન લાવી રાઉન્ડ – અપ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . 

પકડાયેલ આરોપી  ( ૧ ) ઉગમસિંગ પનેસિંહ સોઢા ઉ.વ .૩૫ રહે.રામદેવ પીરના મંદીરની બાજુમાં , ભુકંપનગર , કિડાણા , તા.ગાંધીધામ 

પકડવાનો બાકી આરોપી  ( ૧ ) મહેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો અરવિંદસિંહ જાડેજા રહે.રવેચીનગર , અંતરજાળ , તા.ગાંધીધામ 

કબ્જે કરેલ મુદ્દામાલ ( ૧ ) ભારતીય બનાવટના વિદેશીદારૂની ૭૫૦ એમ.એલ.ની કંપની શિલબંધ બોટલો નંગ -૭૩ કિ.રૂ .૨૫,૫૦૦ / ( ૨ ) મોબાઇલ ફોન નંગ -૦૧ કિ.રૂ .૫૦૦૦ / – એમ કુલ્લ કિ.રૂ .૩૦૫૦૦ / ઉપરોકત કામગીરી પોલીસ ઈન્સપેકટર શ્રી કે.પી.સાગઠીયા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. કિર્તીકુમા ૨ ગેડીયા , તથા પોલીસ હેડ કોન્સટેબલ ગલાલભાઈ પારગી , સામતભાઈ પટેલ , હાજાભાઈ ખટારીયા , વિરેન્દ્રભાઈ પુરોહિત તથા પોલીસ કોન્સટેબલ અજયભાઈ સવસેટા , ધર્મેશભાઈ પટેલ , ગૌતમભાઈ સોલંકી તથા મહીપાર્થસિંહ ઝાલા નાઓ દ્રારા કરવામાં આવેલ છે .

Leave a Reply

Your email address will not be published.

error: