ગેરકાયદેસર ડોક્ટરની પ્રેક્ટીસ કરતા ઇસમને ઝડપી પાડતી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ

મે , પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી પુર્વ – કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ – કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી.ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ ગાંધીધામ એ – ડિવીઝન પો.સ્ટે વિસ્તારમાં લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરી ગે.કા. પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરોને પકડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે આધારે પોલીસ ઇન્સપેક્ટર એચ.કે.હુંબલ નાઓએ પો.સ્ટે.ના પોલીસના માણસોને પો.સ્ટે . વીસ્તારમાં ગે.કા. પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરોને પકડવા સુચના આપતા બાતમી આધારે મીઠીરોહર સીમ મીતલ ટીમ્બર પટેલ પ્લોટની બાજુમા ગાંધીધામ ખાતેથી ગે.કા. પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરને પકડી તેના કબ્જામાંથી ગે.કા. રીતે મેડીકલ પ્રેક્ટીસ કરી મેળવેલ રોકડા રૂપીયા તથા મોબાઇલફોન તથા દવાઓ તથા મેડીકલ સાધનો મળી આવતા મજકુર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . આરોપી અચીંતો આસીતકુમાર વિશ્વાસ ઉ.વ. ૨૪ ધંધો ડોકટરનો રહેવાસી શાંતિધામ સુર્યદેવ સોસાયટી તાલુકો અંજાર મુદ્દામાલની વિગત : ( ૧ ) દવાઓ તથા મેડીકલ ના સાધનો કિ.રૂ .૪,૫૦૦ / ( ૨ ) મો.ફોન નંગ ૦૧ કિ.રૂ .૫,૦૦૦ / ( ૩ ) રોકડા રૂપીયા ૯૦૦ / – કુલ કિ.રૂ .૧૦,૪૦૦ / ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એચ.કે.હુંબલ નાઓની સુચનાથી એ.એસ.આઇ. ગોપાલભાઇ મહેશ્વરી તથા પો.હેડ કોન્સ . સંજયદાન મનુદાન તથા હિરેન કલ્યાણજી તથા પો.કોન્સ.રાજાભાઇ મહેન્દ્રકુમાર તથા જગદિશભાઇ ખેતાભાઇ તથા કૃષ્ણસિંહ નરેન્દ્રસિંહ તથા દિનેશભાઇ શંકરભાઇ તથા જીતેન્દ્રસિંહ રણજીતસિંહ નાઓ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે .