માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ – કચ્છ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ , શ્રી મયુર પાટીલ સાહેબ નાઓ દ્વારા જિલ્લામાં ચોરી કે છળપટથી મેળવેલ ગેરકાયદેસર મુદ્દામાલ શોધી કાઢવા થયેલ સુચના મુજબ એસ.ઓ.જી. ટીમે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે અંજાર શાન્તીધામ વિસ્તારમાં આવેલ અંબિકાનગરના બગીચાની સામે કાચા રસ્તા પાસેથી ઉભેલી મહીન્દ્રા કંપનીની ઝાયલો કાર નંબર જી.જે .૧૨ સી.પી .૨૭૨૨ વાળી જેમાં ડ્રાઈવર જલાલુદિન હુશેનભાઈ જીએજા રહે.મીઠીરોહર તા.ગાંધીધામ વાળા હોઇ સદરહુ ઝાયલો ડા ૨ ની તપાસ કરતાં કારમાં બ્લયુ કલરના ૩૫ લીટરની ક્ષમતા વાળા ચાર ફેરબાઓમાં જેમાં આશરે ૧૪૦ લીટર પેટ્રોલ મળી આવેલ , જે એક લીટર પેટ્રોલની કિ.રૂ .૯૪.૫ એમ કુલ્લ ૧૪૦ લીટર પેટ્રોલની કુલ્લ કિ.રૂ .૧૩,૨૯૩ / -નો મુદ્દામાલ મળી આવેલ , જે મુદ્દામાલ અંગે બીલ કે આધાર પુરાવા માંગતા પોતાની પાસે કોઈ બીલ કે આધાર પુરાવા ન હોવાનું જણાવતાં પોતાના કબજાની મહીન્દ્રા ઝાયલો કાર કિ.રૂા .૧,૪૦,૦૦૦ / – ( એક લાખ ચાલીસ હજાર ) તથા રોક્ડા રૂા . ૫૫૦૦ / – તથા મોબાઈલ ફોન નંગ -૧ કિ.રૂા .૫૦૦૦ / -મળી કુલ રૂ।.૧,૬૩,૭૯૩ / – નો મુદ્દામાલ ચોરી કે છળકપટથી મેળવેલ હોઇ તમામ મુદ્દામાલ સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુદ્દા કબજે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી. ૪૧ ( ૧ ) ડી મુજબ રાઉન્ડઅપ કરી આગળની કાર્યવાહી માટે અંજા ૨ પોસ્ટે . ખાતે સોંપેલ છે.