ગણતરીના કલાકોમાં ચિલ ઝડપના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી આદિપુર પોલીસ 

મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ – કચ્છ તથા મે.પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પૂર્વ – કચ્છ ગાંધીધામ નાઓએ જીલ્લામા બનતા મિલ્કત સબંધી બનાવો રોકવા તેમજ આદિપુર પો.સ્ટે . દાખલ થયેલ ચિલઝડપના અનડીટેકટ ગુનાનો ડીટેકટ કરવા સુચના આપેલ હોય , જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ , અંજાર વિભાગ અંજાર તથા સી.પી.આઇ. શ્રી એસ.એન.કરંગીયા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.શ્રી એચ.એસ.તિવારી સાહેબનાઓ આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે પો.સ્ટે . વિસ્તારમાં ચિલ ઝડપનો બનાવ બનેલ જે ચિલ ઝડપના ગુનો અનીટેકટ હોય જે શોધી કાઢવા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.સબ.ઇન્સ.શ્રી એચ.એસ.તિવારી સાહેબ નાઓએ સીસીટીવી ફુટેજ તેમજ હ્યુમન બાતમી આધારે તેઓને મળેલ ચોક્કસ આધારભુત બાતમી હકિકત આધારે તટસ્થ તપાસ કરી ચિલ ઝડપના ગુનામા સંડોવાયેલ આરોપીઓને પકડી પાડી ગયેલ મુદામાલ રિકવર કરી અનડીટેકટ ગુનાનો ગણતરીના કલાકોમા ભેદ ઉકેલી મજકુર આરોપીઓને સદર ગુના કામે રાઉન્ડઅપ કરવામાં આવેલ છે . 

શોધાયેલ ગુના નંબર તથા કલમ : – ગુ.ર.નં -૧૧૯૯૩૦૦૨૨૨૦૦૪૩ / ૨૦૨૨ ઈ.પી.કો. કલમ -૩૭૯ ( બી ) , ૩૨૩,૨૯૪ ( ખ ) ૫૦૬ ( ૨ ) , ૧૧૪ તથા જીપી.એક્ટ ૧૩૫ મુજબ રાઉન્ડઅપ કરેલ આરોપીઓના નામ : – રાહુલ મદનભાઈ હંસ ઉ.વ .૧૯ રહે.ચારવાડી ઝુપડા આદિપુર તા.ગાંધીધામ – રણમલ ઉમરાભાઈ વિક્રમા ઉ.વ .૨૧ રહે.સીી પંચાયત ધર્મશાળા આદિપુર તા.ગાંધીધામ દાઉદ અલીભાઈ જામ ઉ.વ .૩૪ રહે.મેઘપર કુભારડી તા.અંજાર . રિકવર થયેલ મુદામાલઃ  મો.સા હીરો સ્પેલેન્ડર પલ્સ.રૂ .૪૦,૦૦૦ / → એક એપલ કંપનીનો આઈફોન ઈલેવન પ્રો મોબાઈલ ફોન કી.રૂ .૪૫,૦૦૦ / > એક રીયલમી -8 મોબાઈલ ફોન કી.રૂ .૮,૦૦૦ /  એમ કુલે કિ.રૂ. ૯૩,૦૦૦ / 

આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી એચ.એસ.તિવારી સાહેબ સાથે એ.એસ.આઈ.ભુપેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સટેબલ કનુભા ગઢવી તથા દિનેશભાઈ પરમાર તથા પોલીસ કોન્સટેબલ વનરાજસિંહ દેવલ તથા રાકેશકુમાર ભટોળ તથા હરદેવસિંહ ચુડાસમા તથા દિલીપભાઈ ચૌધરી વિગેરેનાઓ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: