ચોરી કે છળકપટથી મેળવેલ ડીઝલના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી. , ગાંધીધામ

માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ – કચ્છ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ , શ્રી મયુર પાટીલ સાહેબ નાઓ દ્વારા જિલ્લામાં ચોરી કે છકળપટથી મેળવેલ ગેરકાયદેસર મુદ્દામાલ શોધી કાઢવા થયેલ સુચના મુજબ એસ.ઓ.જી. ટીમે બાતમી આધારે અંજાર મુન્દ્રા હાઇવે ચાંદ્રોડા ગામથી આગળ માતેશ્વરી માં હોટલના કમ્પાઉન્ડમાં સર્વિસ સ્ટેશનની ઓરડીમાં રેઇડ કરતાં હાજ ૨ ઈસમ કરીમ આમદશા શેખના કબજામાંથી ચોરી કે છળકપટથી મેળવેલ ડીઝલ ૫૬૦ લીટર કિ.રૂા .૪૯૨૮૦ / – નો મુદ્દામાલ સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુદ્દામાલ કબજે કરી મજકુર ઈસમને સી.આ૨.પી.સી. ૪૧ ( ૧ ) ડી મુજબ રાઉન્ડઅપ કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોસ્ટે . નાઓને સોંપેલ છે. 

પડાયેલ આરોપી : કરીમ આમદશા શેખ ઉ.વ .૩૪ રહે.ગામ છસરા તા.મુન્દ્રા કચ્છ 

કબજે કરેલ મુદ્દામાલની વિગત – ડીઝલ કેરબા નંગ -૨૦ લીટર ૫૬૦ કિ.રૂા .૪૯૨૮૦ / -મુદ્દામાલ . ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી. પો.ઇન્સ.શ્રી એસ.એસ.દેસાઈ તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: