અંજાર-આદિપુર માર્ગે પર નશાની હાલતમાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા જીપ પલટી જતા અકસ્માત સર્જાયો

લોકોએ ચાલકને જીપમાંથી બહાર કાઢતા તે પીધેલ નશાયુક્ત હાલમાં હોવાનું સામે આવ્યું

અંજારથી આદિપુર તરફ જતા માર્ગે આજે રવિવારે સાંજે છ વાગ્યા ના અરસા મા બોલરે જીપકાર પુરઝડપે આગળ વધી રહી હતી. ત્યારે માર્ગ વચ્ચેના એક બ્રિજ પરથી નીચે ઉતરી પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે માર્ગ પરથી પસાર થતા લોકોની ભીડ એકઠી થઈ જવા પામી હતી. અને અકસ્માતગ્રસ્ત જીપમાંથી ચાલકને બહાર લાવી બચાવી લેવાયો હતો. જોકે આ વેળાએ ચાલક પીધેલ નાશયુક્ત હાલતમાં હોવાનું લોકોને જણાઈ આવતા તેનો વીડિયો રેકોર્ડિંગ કરતા ડ્રાઈવર ચાલકે પોતે દારૂ પીધો હોવાની કબૂલાત પણ કરી હતી.

આ મામલે હજુ સુધી પોલીસમાં કોઈ નોંધ થવા પામી નથી. પરંતુ જે પ્રમાણે દારૂ પીને વાહન ચલાવતા લોકો દ્વારા અન્ય લોકો માટે ખતરો ઉભો કરવામાં આવતું હોવાનું લોકોએ વાઇરલ વીડિયો જણાવતા હોવાનું સામે આવ્યું હતું પરંતુ તંત્ર ને પડકાર રુપ સવાલો. રીપોર્ટ – ગનીભાઈ કુંભાર

Leave a Reply

Your email address will not be published.

error: