આજ રોજ ગાંધી નિર્વાણ દિન તેમજ શહિદ દિન નિમિતે આમ આદમી પાર્ટી ગાંધીધામ શહેર કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું 

તેમજ આમ આદમી પાર્ટી ગાંધીધામ શહેર દ્વારા રેલી યોજી ગાંધીજીની પ્રતિમા પર સૂતર ની આંટી પહેરાવી પુષ્પો અર્પણ કર્યા હતા તેમજ રઘુપતિ રાઘવ રાજારામ અને વૈષ્ણવજન તો તેને કહીએ જેવી ધૂન નું ગાન કરી આજુ બાજુ સફાઈ કાર્ય કરી ગાંધીજી નાં જીવન મૂલ્ય સત્ય અહિંસાને યાદ કરી સ્વચ્છતાની જાગૃતિ લોકો મા ફેલાવી હતી

ત્યારબાદ ગાંધીધામ પોલીસ સ્ટેશન મા પીઆઈ સમક્ષ ગુજરાત અને ખાસ કચ્છ માં દારૂબંધીના કાયદાની યોગ્ય અમલવારી થાય અને દારૂ વેચનાર તથા પીનાર ને ઝડપી કડક મા કડક કાર્યવાહી થાય એ બબાત નું આવેદનપત્ર આપ્યું હતું

આ વેળાએ ગુજરાત રાજ્ય સહ સંગઠન મંત્રી કે કે અન્સારી પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર ઠકકર, ગાંધીધામ શહેર પ્રમુખ આર ડી માતંગ,રેખાબેન કેવલ રામાણી,મનુભાઈ ચૌધરી,નરેશ આહુજા,કુલદીપ શ્રીમાળી, તનુજા બેન,રવિશંકર શ્રીમાળી,રમેશ વણકર,મયુર સિંહ જાડેજા વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

આ સમગ્ર માહિતી આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લા મીડિયા કો ઓર્ડીનેટર હિતેશભાઈ મકવાણા ની યાદી માથી જાણવા મળેલ હતી. રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: