ધંધુકા મધ્યે હિન્દુ ધર્મ અર્થે વીરગતિ પામેલા સ્વ શ્રી કિશનભાઇ બોડિયા ( ભરવાડ)ને ન્યાય મળે એ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું

આજ રોજ તારીખ ૨૮/૦૧/૨૦૨૨ ના રોજ સાંજે ચાર વાગ્યે ગાંધીધામ ખાતે મામલતદાર શ્રી ને ધંધુકા મધ્યે હિન્દુ ધર્મ અર્થે વીરગતિ પામેલા સ્વ શ્રી કિશનભાઇ બોડિયા ( ભરવાડ)ને ન્યાય મળે એ માટે હિન્દુ યુવા વાહિની. વિશ્વ હિન્દુ પરિષદ. અખિલ ભારતીય નવયુગ સંસ્થા અને શિવસેના દ્વારા સર્વ સંસ્થાઓ સાથે મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આરોપી ઓ અને હત્યા માં સંડોવાયેલા પડદા પાછળ રહીને હત્યા કરાવનાર હત્યારાવો ને પકડી ને સજા થાય તેવી માંગ કરી છે આમાં ન્યાય નહીં મળે તો આજે ગાંધીજીના ચિંધ્યા માર્ગે આવ્યા છીએ પછી ભગતસિંહ ના ચિંધ્યા માર્ગ પર જઇશું એવું સંગઠનો દ્વારા કહેવામાં આવેલ હતુ આવેદનપત્ર આપવામાં સર્વ સંસ્થાના અને સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા