પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, પુર્વ, કચ્છ – ગાંધીધામ નેત્રમ” (કમાન્ડ કંટ્રોલ સેન્ટર)

કચ્છ – ગાધીધામ – ૧૨/૦૧/૨૦૨૨ બુધવાર – બોર્ડર રેન્જ આઇ.જી.પી શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી, પુર્વ, કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મુખ્ય મથક અને નોડલ અધિકારીશ્રી ON VISWAS PROJECT શ્રી વી.આર.પટેલ સાહેબ તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી જે.જી.રાજ સાહેબના માર્ગદર્શન હેઠળ “નેત્રમ” (કમાન્ડ કંટ્રોલ સેન્ટર) કાર્યરત છે.

ગાંધીધામ શહેરના માર્ગો ઉપર અકસ્માત તેમજ ગુનાખોરીના ાફને નીચો લાવવા માટે રાજય સરકારના સેફ એન્ડ સિકયોર ગુજરાત-SASGUJ પ્રોજેકટને ધ્યાનમાં રાખી વિડીયો ઇન્ટી, શન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સિકયુરીટી (VISWAS) (વિશ્વાસ) પ્રોજેકટ અંતર્ગત CCTV Camera આધારિત Integrated Truffic Management System સ્થાપિત કરવામાં આવેલ છે. જે અન્વયે રાજયના વિવિધ શહેરોના માર્ગો પર સી.સી.ટી.વી. કેમેરા લગાવી શહેરની સુરક્ષા વધારવાનું અને આ કેમેરા દ્વારા શહેરના માર્ગો પર દેખરેખ રાખી ટ્રાફીક નિયમન અને કાયદો અને વ્યવસ્થાનું પાલન સુચારુ રુપે કરવાનું છે. તેમજ કુદરતી આપતિના સમયે માનવીય જોખમોનું નુકશાન ઘટાડવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. આ અન્વયે ટ્રાફીક નિયમનો ભંગ કરનારાઓને આ કેમેરાઓની મદદથી ઇ-ચલણ આપી તુરંત જ દંડ ફટકારવામાં આવે છે.

“નેત્રમ” (કમાન્ડ કંટ્રોલ સેન્ટર) પુર્વ, કચ્છ-ગાંધીધામ દ્વારા હાલમાં મોટર વ્હિકલ એક્ટ-૧૯૮૮ અંતર્ગત રોંગ સાઇડમાં વાહન ચલાવવું, દ્વિ-ચક્રી (ટુ-વ્હિલર) વાહનમાં જાહેર માર્ગ પર ત્રણ સવારીમાં નીકળવું, ચાલુ વાહન પર મોબાઇલનો ઉપયોગ કરવો, મોટર કારમાં ડાર્ક ફિલ્મનો ઉપયોગ કરવો. Non HSRP નંબર પ્લેટ લગાડવી વગેરે જેવા ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-ચલણ આપવામાં આવી રહેલ છે. ગુજરાત સરકાર દ્વારા પરિપત્રિત થયેલ સુચના અનુસાર ચાલુ વાહનમાં સેફ્ટી બેલ્ટનો ઉપયોગ ન કરેલ હોય તેવા વાહનચાલકોને પણ ઈ-ચલણ આપવામાં આવી રહ્યા છે. તેમજ અત્રેથી આપવામાં આવતા ઈ-ચલણ મળ્યેથી દિન-૩૦ માં VISWAS E-Challan એપ્લીકેશન મારફતે તથા https://echalanpayment.gujarat.gov.in વેબસાઇટ મારફતે ઓનલાઇન ભરી શકાશે તેમજ “નેત્રમ” (કમાન્ડ કંટ્રોલ સેન્ટર) પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, પુર્વ કચ્છ-ગાંધીધામ ખાતે રૂબરૂમાં પણ ભરી શકાશે. ઉપરાંત ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લા કક્ષાના નેત્રમ” (કમાન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતેથી પણ ઈ-ચલણ દંડની રકમ ભરી શકાય છે. ગુજરાત રાજય ઇ-ચલણ પેમેન્ટ પોર્ટલ જે તા. ૨૬/૧૨/૨૦૨૧ થી તા.૦૬/૦૧/૨૦૨૨ સુધી ટેકનીકલ કારણોસર બંધ રાખવામાં આવેલ તે હવે ચાલુ થઇ ગયેલ છે. જેથી જે વાહનચાલકો- ઈ-ચલણ ભરવાના ઘણા લાંબા સમયથી બાકી હોય તેઓએ તાત્કાલીક ઉપર જણાવેલ પધ્ધતીથી પોતાના ઈ-ચલણના દંડની રકમ ભરપાઇ કરવાની રહેશે. તેમ છતાં પણ જે વાહનચાલકો ઈ-ચલણના દંડની રકમ ભરપાઇ નહિ કરે તેઓના વાહનોને સરકારશ્રીના દિશાનિર્દેશ મુજબ ડીટેઇન કરવાની કાર્યવાહી કરવામાં આવશે. રીપોર્ટ – કરિશ્મા માની કચ્છ બ્યુરો ચીફ

Leave a Reply

Your email address will not be published.

error: