ગાંધીધામ તથા આદિપુર શહેર વિસ્તારમાંથી ૩૫ ચોરાયેલ સાયકલ સાથે એક ઈસમને પકડી પાડતી આદિપુર પોલીસ

મેં.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોઘલીયા સાહેબ બોર્ડર રેંજ ભુજ-કચ્છ તથા મે,પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓએ જીલ્લામા બનતા ચોરીના ગુના શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.એસ વાઘેલા રાહેબ અંજાર વિભાગ અંજાર તથા સી.પી.આઇ.શ્રી એમ.એન.દવે સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.શ્રી એચ.એસ.તિવારીનાઓ સાથે આદિપુર પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ આદીપુર ટાઉન વિસ્તારમાં પેટ્રીલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે અમોને બાતમી હકિકત મળેલ કે અજય રાવલ રહે.સોનલનગર ઝુંપડા ગાંધીધામવાળો જેને શરીરે બ્લ્યુ કલરનો શર્ટ પહેરેલ છે તે એક ઓટોમેટીક ગેર વાળી સાયકલ લઇને ઘોડાચોકી પાસેથી પસાર થવાનો છે તેવી હકીકત મળેલ અને અમારા ધ્યાન ઉપર ગાંધીધામ આદિપુર વિસ્તારમાંથી ઘણી બધી નાની મોટી સાયકલ ચોરી થયા અંગેની ફરીયાદ દયાને આવેલ છે.જેથી માની આવેલ બાતમી જેને ગંભીરતાથી લઇ સ્ટાફના માણસો સાથે વોચમાં હતા તે દરમ્યાન ઉપરોકત બાતમી હકીકતવાળો ઇસમ ગ્રે કલરની સાયકલ લઇને આવતા તેને રોકી લઇ સદર હુ ઇસમે સાયકલ ચોરી કે છળકપટથી મેળવેલ હોઇ સદર હુ ઇસમ પાસેથી સાયકલ અંગેના આધાર પુરાવા માંગતા પોતાની પાસે આવા કોઇ કાગળો કે કોઇ આધાર પુરાવા ના હોય અને પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરવા લાગેલ જેને યુક્તિ અને પ્રયુક્તિથી પુછપરછ કરતા તેની પાસે રહેલ સદર હુ સાયકલ પોતે ચોરી કરેલાનું જણાવતો હોઇ જેથી તેને વિશ્વાસમાં લઈ પુછપરછ કરતા આવી અન્ય અલગ અલગ કંપનીઓની ગાંધીધામ તેમજ આદિપુર વિસ્તારમાંથી અલગ અલગ જગ્યા એથી છેલ્લા છએક મહિના દરમ્યાનમાં અલગ અલગ કંપનીઓની કુલ્લે ૩૫ સાયકલો જેની કી.રૂ ૩,૦૪,૫૦૦/ ગણી મળી આવેલ સાયકલો શક પડતા મુદામાલ તરીકે CRPC કલમ-૧૦૨ મુજબ કબ્જે કરેલ મજકુર ઈસમને CRPC કલમ-૪૧(૧)(ડી) મુજબ કાર્યવાહી કરી તપાસ તજવીજ હાથ ધરેલ છે. રીપોર્ટ – કરિશ્મા માની કચ્છ બ્યુરો ચીફ

Leave a Reply

Your email address will not be published.

error: