અપનાઘર આશ્રમ ગાંધીધામ ધ્વારા ૩ વર્ષોથી ઘર પરિવાર થી વિખુટા પડી ગયેલા આધેડ ને પત્ની અને પુત્ર સાથે કરાવ્યું મિલન,

દયારામ મહારાજ( પાગલ પ્રેમી ) ની નજર અંજાર ચિત્રકૂટ સર્કલ પાસે આમથી તેમ ભટકતા આધેડ પર પડી પહેલીજ નજરમાં તેમણે પારખી લીધો કે આ પર પ્રાંતિય ઘર પરિવાર થી વિખૂટો પડી ગયેલ છે.વાતચીત કરતાં નામ કૈલાશ ગોંડા અને ઓરિસ્સા નો વતની બતાવ્યું અપનાઘર આશ્રમ ગાંધીધામ ના સેવા સાથી શ્રી યોગેશ કુમાર એમ્બ્યુલેન્સ લઈને આવ્યા .અંજાર પોલીસ સ્ટેશનમાં જાણ કરીને ગાંધીધામ આશ્રમ માં દાખલ કરાયા.

બાલ દાઢી કરીને નવડાવીને નવા કપડાં પહેરાવ્યા બીજા દિવસે આશ્રમ ના સેવા સાથી શ્રી સંજય કુમાર દ્વારા વીસેસ પૂછપરછ કરવામાં આવતાં ગૂગલ પર જોવાનું ચાલુ કર્યું અંતે તેમના પાડોશી નો નંબર મળ્યો અને વીડિયો કોલિંગ કરાવી ને પાકું કર્યું. તેમના પરિવાર સાથે વિડીયો કોલ કરીને ખરાઈ કરી અને આજે પત્ની રિના ગોંડા પુત્ર સાગર ગોંડા ગાંધીધામ આશ્રમ પર આવીને મળ્યા ત્યારે . ત્રણ ત્રણ વર્ષોથી છેક ઓરિસા થી વિખુટા પડીગયેલા પતિનું કચ્છ માં મિલન થશે તેવું સ્વપ્નેય વિચાર્યુ નહોય . અને મળે ત્યારે આનંદ નો પાર ન રહ્યો.