અંતરજાળ ગામની આહિર સમાજ ની દિકરીઓ ને આત્મનિર્ભર કરવાની એક પહેલ     

અંતરજાળ આહીર સમાજ દ્વારા આયોજિત આહિર સમાજની દિકરીઓ માટે વિના મૂલ્યે સીવણ ક્લાસ ,બ્યુટીપાર્લર ક્લાસ ભરતકામ નું ટ્રેનિંગ સેન્ટર  ચાલુ કરવામાં આવ્યું . આ ટ્રેનિંગ સેન્ટર માં મોટી સંખ્યામાં દીકરીઓ અને માતાઓએ નામ નોંધાવ્યા. આ ટ્રેનિંગ સેન્ટર સીતારામ આશ્રમ અંતરજાળ ના રામકરનદાસ બાપુ  ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને ખુલ્લું મૂકવામાં આવ્યું.  

ગામ ની બહેનો પોતાની રીતે પગભર થાય એ હેતુથી વિના મૂલ્યે શિવણ ક્લાસ ,બ્યુટી પાર્લર ક્લાસ, ભરતકામ નું ટ્રેનિંગ સેન્ટર  ચાલુ કરવામાં આવ્યું ,.આ કાર્યક્રમ માં અંતરજાળ આહિર સમાજના અગ્રણી  સંભુભાઈ મ્યાત્રા તથા ડો.નિકુંજ બલદાણીયા ઉપસ્થિત રહ્યા હતા.  આ ટ્રેનિંગ સેન્ટર ના મુખ્ય કો-ઓર્ડીનેટર અસ્મિતા બલદાણીયા આહિર  કેજેનો ઉદ્દેશ્ય આહિર સમાજ ની દીકરી ઓ ને આત્મનિર્ભર બનવાનો હતો. 

નજીક ના ભવિષ્ય માં આહિર ના દરેક ગામમાં આવા ટ્રેનિંગ સેન્ટર ચાલુ કરવામાં આવશે એવી ઈચ્છા દર્શાવી હતી .આ કાર્યક્રમ માં કાંતાબેન પરડવા ,ગીતાબેન બલદાણીયા તથા મોહનભાઈ હાજર રહ્યા હતા

આખા કાર્યક્રમ નું સંચાલન આહિર સમાજ ની દિકરીઓ દ્વારા કરવામાં આવ્યું . આ ટ્રેનિંગ સેન્ટર નો તમામ ખર્ચ અંતરજાળ ના આહિર સમાજ દ્વારા કરવામાં આવશે. રીપોર્ટ – એમ.જી.દવે ગાંધીધામ

Leave a Reply

Your email address will not be published.

error: