ગાંધીધામ હોલીડે વિલેજ રિસોર્ટ માં ફેશન રનવે-શો યોજાયો

મુંબઈ તરીકે પ્રખ્યાત ગાંધીધામ શહેર માં એક ફેશન રનવે-શો નું આયોજન કરવામાં આવ્યું હતું. હોલીડે વિલેજ રિસોર્ટ માં યોજાયેલ આ ભવ્ય રનવે-શો માં ફેશન ડિઝાઇનિંગ ના કોર્સ કરાવતી સંસ્થા વિઝયુઅલ પેલેટ ડિઝાઇન સ્ટુડિયોના ફેશન ડિઝાઇનાર છાત્રા મહેક, યશવી, સુજલ, ટીશા, ભાવિની, મનાલી એ પોતાના ડિઝાઇનર ડ્રેસનું પ્રદર્શન કર્યું હતું. આ સિવાય તોલાની કોલેજની છાત્રાઓ ખુશાલી, પાયલ, એકતા અને સ્નેહાએ પણ પોતાના અવનવા ડિઝાઇનર કપડાં નું પ્રદર્શન કરેલ.

આ રનવે-શો માં કિડ્સ વેર, કચ્છી ટ્રેડિશનલ વેર, વુમન ફોર્મલ વેર તથા કેશ્યુલ વેર ના કલેક્શન રજૂ કરવામાં આવ્યા હતા. તા – ૩૦/૧૨/૨૦૨૧ ના “ક્રિએટિવ ટેલેન્ટ હન્ટ” માં પસંદગી પામેલા candidates ને આ ફેશન રનવે-શો માં ભાગ લેવાનો મોકો મળીયો હતો.

કચ્છ માં સહુ પ્રથમ વખત આ ફેશન રનવે-શો નો ચીલો ચાલુ કરનાર વિઝયુલ પેલેટ ડિઝાઇન સ્ટુડિયો ના વડા જાગૃતિ જેમ્સ ઠક્કર નું કહેવું છે કે કચ્છમાં આ અમે ત્રીજી વખત રનવે-શો નું આયોજન કર્યું છે. જેમાં ફેશન ડિઝાઇનર કોર્સ કરતી છાત્રાઓ ને એક પ્લેટફોર્મ મળે છે. તેમની ક્રિએટીવીટી ને ઓપ મળે છે અને ગ્લોબલ ડિઝાઇનનું એક્સપોઝર મળે છે.કચ્છ ની સહુપ્રથમ મોડલિંગ એકેડમીના ફેશન મેન્ટર રાહુલ ચાંચલાની નું પણ કહેવું છે કે આ ક્ષેત્રમાં ક્ચ્છના વિદ્યાર્થીઓ ને રનવે-શો થી તેમનું હુનર બતાવાનો મોકો મળે છે. 

ફેશન સ્ટાઈલિસ્ટ તરીકે કાર્તિક ચારણએ પણ પોતાની ભૂમિકા ભજવી હતી.આ રનવે-શો માં તુલસી સુજાન, અનમ બેનીસ, દિવ્યાબા જાડેજા, ચાંદની કલવાની, કપિલ મનવાની, સારિકા સંજોત, શિખા ગોયલ, પ્રિયંકા બાગરેચા, અસ્મિતા બાલદાનીયા, પારૂલ સોની, ગુલ દરિયાની, તથા પ્રીતિ મુન્શીઆની વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ ઇવેન્ટ ની તમામ વિગત તથા ફોટો kutchrunwayshow ૨૦૨૨ પર તથા  વિઝયુલ પેલેટ ના ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક  અકાઉન્ટ પર ઉપલબ્ધ છે.ગાંધીધામના હોલીડે વિલેજ રિસોર્ટ માં સ્ટેજ ડેકોરેશન, લાઇટિંગ ઈફેક્ટ  જાગૃતિ ઠક્કર દ્વારા ખાસ તૈયાર કરેલું મ્યુઝિક થી ગાંધીધામમાં મુંબઈ ના લેકમે ફેશન વિક જેવું પ્રદર્શન થયું હતું. રીપોર્ટ – એમ જી દવે.ગાંધીધામ

Leave a Reply

Your email address will not be published.

error: