અંજાર પો.સ્ટે.વિસ્તાર માંથી જુગારનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ – કચ્છ ગાંધીધામ

અંજાર પો.સ્ટે.વિસ્તાર માંથી રૂપીયા ૩,૩૭,૧૦૦ / -ના મુદામાલ સાથે જુગારનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ – કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ , બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી . / જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપવામાં આવેલ હોઇ જે અન્વયે એલ.સી.બી.ની ટીમ પ્રોહી . / જુગારનાં કેસો શોધવા અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ભીમાસર ગામની સીમમાં આવેલ લુઇસ કંપની ની પાછળના ભાગે આવેલ બાવળ ની ઝાડીમાં રેઇડ કરી ગંજીપાના વડે રૂપીયાની હારજીતનો જુગાર રમતા ઇસમોને નીચે જણાવેલ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી અંજાર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે .

પકડાયેલ આરોપી ( ૧ ) રફીક હનીફ કોરેજા ઉ.વ .૨૪ રહે.નાની ચિરઇ તા.ભચાઉ ( ૨ ) સુમાર ઓસમાણ નાગડા ઉ.વ .૩૩ રહે . નાની ચિરઇ તા.ભચાઉ ( ૩ ) જાહીદખાન મોહમદસાહીદખાન પઠાણ ઉ.વ .૩૫ રહે . નાની ચિરઇ તા.ભચાઉ ( ૪ ) ગોરધન જેસંગભાઇ મકવાણા ઉ.વ .૩૦ રહે.ભીમાસર સહારાગામ તા.અંજાર ( ૫ ) દીનેશભાઇ અમથુભાઇ મુનેશા ઉ.વ .૩૫ રહે . ભીમાસર સહારા ગેટ પાસે તા.અંજાર મુદ્દામાલ – રોકડા રૂ .૧,૦૧,૬૦૦ / મોબાઇલ નંગ -૬ કિ.રૂ. ૪૫,૫૦૦ / મોટર સાઇકલ નંગ -૫ કિ.રૂ .૧,૯૦,૦૦૦ / ગંજી પાના નંગ ૫૨ કિ.રૂ .૦૦ / કુલે કિ.રૂ.- ૩,૩૭,૧૦૦ / આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર કે.એન.સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે .

Leave a Reply

Your email address will not be published.

error: