ગાંધીધામ ના રહીશો ની માઞ છે કે ગાંધીધામ નગરપાલિકાને મહા નગરપાલિકા નો દરવાજો મળે પણ ગાંધીધામ ની અંદર નગરપાલિકા ની ભ્રષ્ટ નીતિના કારણે કોઈ પણ સૂવિધાઓ પુર્ણ રીતે મળતી નથી ?

કરોડો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા ઉતમ સુવિધા ઓ માટે ગાંધીધામ નગરપાલિકાને આપવામાં આવે છે અને ગાંધીધામના રહીશો દ્વારા વેરા ના રૂપે કરોડો રૂપિયા આપવા માં આવે છે પણ અહીં ના અમુક ખાઉપાતર કાઉન્સીલરો હોદાઓ પર બેઠેલા પદાધિકારીઓ અને નઞરપાલીકા ના કર્મચારીઓ દ્વારા અધુરા અને ગુણવત્તા વગરનાં અને પ્લાન વગરના કામો કરવામાં આવે છે જેના કારણે તકલીફો ઉભી ને ઉભી રહે છે જેમ કે આખા વિસ્તારમાં કરોડો રૂપિયાના ઘટના કામ થયા છે પણ આજની તારીખમાં ગટરના ઢાંકણા નથી ખુલ્લી ગટરો ના અને ખુલ્લા નાલા ઓના કારણે ગૌવંશ અને અનેક જીઓ ખુલ્લી ગટરો માં પડી જવાથી રિબાઈ રિબાઈને મૃત્યુ પામે છે અનેક વાર નાના બાળકો અને વૃદ્ધો પણ ખુલ્લી ગટરમાં પડી ગયેલ છે તો પણ નઞરપાલીકા ના પેટ નુ પાણી હલતું નથી અનેક વખત ગૌરક્ષકો અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઈ નીકાલ કરવામાં આવતો નથી
હાલમાં નગરપાલિકાના ચીફ ઓફિસરને અખિલ ભારતીય નવયુગ સંસ્થા ગૌરક્ષાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજભા ઞઢવી અને ટીમ દ્વારા રજુઆત કરવામાં આવી છે ચીફ ઓફિસર દ્વારા ૧૫ દિવસોમાં ખુલ્લી ગટરો માં ઢાકળા નાખી દેવાની ખાતરી આપી છે જો પંદરેક દિવસ માં કામ નહીં કરવા માં આવે તો ખુલ્લી ગટરોમાં મૃત્યુ પામતા ગૌવંશ અને જીવો માટે અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે એની જવાબદારી નગરપાલિકાની રહેશે એવું અખિલ ભારતીય નવયુગ સંસ્થા ના ગાંધીધામ અધ્યક્ષ કિરણભાઈ પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું રાજભા નારણભા ઞઢવીાજીતેન્દ્રભાઈ પંડ્યા ભરતભાઈ ધવલેશાાકિરણભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: