લુંટના ગુના કામે ગયેલ સોનાના દાગીના તથા રોકડ રકમ તથા મોબાઈલ ફોન પરપ્રાંતીય ( નેપાળ ) આરોપીઓ પાસેથી ૧૦૦ % ઓરીજનલ મુદ્દામાલ રિકવર કરી જે મુદ્દામાલ ફરીયાદીને સુપ્રત કરતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

મ્હે પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી સરહદી રેન્જ – ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ કચ્છ – ગાંધીધામ નાઓ દ્વા૨ા મિલ્કત સંબધી / શ ૨ી ૨ સંબધી ગુનાઓ અટકાવવા તથા તેમજ ગાંધીધામ શહેર તથા આજુ બાજુના રહેણાંક વિસ્તારમાં થતી ઘરફોડ ચોરી જેવા બનાવો બનતા અટકાવવા તથા બનેલ બનાવો શોધી કાઢવા જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે તત્કાલીન નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.એસ.વાઘેલા અંજાર વિભાગ – અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ભાગ – એ ગુ.૨.નં -૧૧૯૯૩૦0૭૨૧૧૭૯૪ / ૨૦૨૧ ઇ.પી.કો. કલમ -૩૯૪ , ૧૨૦ ( બી ) મુજબનો તા .૧૯ / ૧૦ / ૨૦૨૧ ના રોજ જાહેર થયેલ હોય જે ગુના કામેના આરોપીઓને તત્કાલીન પોલીસ ઇન્સપેક્ટર એસ એન.કરંગીયા તથા તેમની ટીમ દ્વારા આરોપીઓને પકડી પાડી ઉપરોક્ત ગુના કામેના ફરીયાદીએ પોતાની ફરીયાદમાં ૮ તોલા સોનાના દાગીના તથા રોકડા રૂપીયા .૧,૦૦,૦૦૦ / – તથા મોબાઇલ ફોન -૦૧ ગયેલ હોવાનુ જણાવેલ હતું .

પરંતુ હકિકતમાં ૫૩.૭ ગ્રામના સોનાના દાગીના તથા રોડા રૂપીયા .૧,૦૦,૦૦૦ / – તથા મોબાઈલ ફોન -૦૧ એમ કુલ્લ કિ.રૂ .૧૬,૬૮,૦૦૦ / – ની લુંટ થયેલ હોય જે તમામ મુદ્દામાલ પરપ્રાંતીય ( નેપાળ ) ના આરોપીઓ પાસેથી રિકવર કરી જે કુલ્લ કિ.રૂ .૧૬,૬૮,૦૦૦ / – નો મુદ્દામાલ ફરીયાદીથી રવિન્દ્રનાથ ધિરેન્દ્રદાસ દાસ રહે.સપનાનગર ગાંધીધામ વાળાને ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ત ૨ ફથી સુપ્રત કરવામાં આવેલ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: