ગણતરીના કલાકોમાં કરીયાણાની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી મુદામાલ રીક્વ૨ કરી આરોપી પકડી પાડતી કંડલા મરીન પોલીસ
આજરોજ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા , સરહદી રેન્જ – ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી પુર્વ – કચ્છ ગાંધીધામ નાઓની સુચના અન્વયે તેમજ I / C ના.પો. અધિ . શ્રી વી.આર.પટેલ , અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન નાઓની સુચના આધારે વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ અને કંડલા મરીન પોલીસ સ્ટેશન ૦૦૨૭/૨૦૨૨ ઇ.પી.કો કલમ -૩૮૦,૪૫૪,૪૫૭ મુજબનો ગુનો જાહેર થયેલ જે ગુના કામે કોઇ અજાણ્યા ચોર ઈસમે ફરી.ની દુકાનના પાછળના દરવાજાનો નકુચો તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલ કરીયાણાનો સરસામાન ની ચોરી કરી ગુનો કરેલ હોય જે શોધી કાઢવા માટે પી.આઈ શ્રી સી.ટી.દેસાઇ નાઓના તાબાના માણસોની અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધમા હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે નીચે મુજબના આરોપીઓને રાઉન્ડ અપ કરી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ગણતરીના કલાકોમા ગુનાનો ભેદ ઉકેલી પાડેલ છે .
આરોપીઓ : ( ૧ ) હનીફ આમદ કકલ ઉ.વ -૧૮ ( ૨ ) અઝરૂદીન હનીફભાઇ સિપાઇ ઉ.વ -૨૧ ( 3 ) ઈશાક જુમા ચાવડા ઉ.વ -૧૯ તમામ રહે – તમામ બી.પી.સી.એલ. સોસાયટી સાલ સ્ટીલ કંપની સામે ભા ૨ાપ૨ તા – ગાંધીધામ .
મુદામાલની વિગત : ( ૧ ) રોકડ રૂપીયા : ૪,૦૦૦ / ( ૨ ) કરીયાણાનો સરસામાન કિ.રૂ .૭,૦૦૦ /
કુલ્લે કબ્જે કરેલ મુદામાલ રૂપીયા -૧૧,૦૦૦ /
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટરથી સી.ટી.દેસાઇ તથા હેડ.કોન્સ . સુરેશભાઈ તરાલ , મહેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ.અજયસિંહ ઝાલા , જયપાલસિંહ ૫૨ મા ૨ , ઉદયસિંહ સોલંકી તથા મેહુલકુમાર ચૌધરી તથા કુલદિપકુમાર વ્યાસ નાઓ જોડાયેલ હતા .