ગાંધીધામ સુભાષનગર આશુપુરા ગરબી મંડળ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

દેશ જયારે આઝાદી ના ૭૫ વર્ષની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરી રહ્યું છે ત્યારે આઝાદી ક અમૃત મહોત્સવ હેઠળ હાલ દેશ અને રાજ્યભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગાંધીધામ સુભાષ નગર ખાતે માં આશાપુરા ગરબી મંડળ તથા સત્સંગ મંડળ ના મહિલાઓ દ્વારા તિરંગા રેલી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સુભાષનગર 8a તથા 8b બહેનો જોડાઈ હતી આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી, ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન મહિલાઓ દ્વારા જ કરવામાં આવ્ય હતું, દેશભક્તિનો અનેરો માહોલ છવાય ગયો હતો.તિરંગાયાત્રા ખરા અર્થમાં શહીદો, ક્રાંતિકારીઓ, આઝાદીના લડવૈયાઓ, સત્યાગ્રહીઓ, આંદોલનકારીઓને ભાવાંજલિરૂપ બની રહી હતી, તિરંગાયાત્રામાં જોડાઈ દેશ અને રાષ્ટ્રભક્તિનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું – રીપોર્ટ – એમ.જી.દવે. ગાંધીધામ

Leave a Reply

Your email address will not be published.

error: