ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-ર૦ર૧ અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ, ગાંધીધામના જિલ્લાના અતિ સંવેદનશીલ બુથ કિડાણા ગામની વિઝીટ કરી

કચ્છ – ગાધીધામ – તારીખ – ૧૭/૧૨/૨૦૨૧ શુક્રવાર
ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-ર૦ર૧ અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓએ જિલ્લાના અતિ સંવેદનશીલ બુથ કિડાણા (તા.ગાંધીધામ) ગામની વિઝીટ કરી તેમજ સંવેદનશીલ બુથોમાં અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમાસર, વરસામેડી, સતાપર તથા લાખાપર  ગામ તેમજ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના અતિ સંવેદનશીલ બુથ નેર ગામ તેમજ સંવેદનશીલ બુથોમાં અમરસર, સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારના આધોઇ,  લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારના લાકડીયા તેમજ અન્ય બુથોની મુલાકાત લઇ કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ગ્રામજનોને તથા પો.સ્ટે.ના ઇન્ચાર્જ અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપી માર્ગદર્શન આપવામાં આવ્યુ. અહેવાલ – કરિશ્મા માની કચ્છ બ્યુરો ચીફ

Leave a Reply

Your email address will not be published.

error: