૧૫ ઓગસ્ટનાં ઈન્ટરનેશનલ ડાન્સ અને ફેશન શો દુબઈમાં ગાંધીધામ કરછ ગુજરાત નો યુવા કલાકાર પ્રથમ સ્થાને

ઇન્ડિયન આટૅ એન્ડ કલ્ચરલ સોસાયટી દ્રારા ઈન્ટરનેશનલ ડાન્સ ,સિંગીંગ , મ્યુઝીક એન્ડ ફેશન શો કોમ્પિટિશન ” તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ નું દુબઈ મદયે આયોજન કરવામાં આવ્યું આવ્યું હતું.

આ સ્પર્ધામાં વિભિન્ન દેશોમાંથી ભારત, મલેશિયા, કોલંબીયા, શારજહાં અને દુબઈ તેમજ ભારતના ગુજરાત વડોદરા, કરછમાંથી,મણીપૂર, તમિલનાડુ, ઓરિસ્સા, મુંબઈ, દિલ્હી, કટક-ભુવનેશ્વર, પટના, શોલાપુર – મહારાષ્ટ્ર,આસામ વગેરે સ્થળોએથી આશરે ૧૨૮થી વધારે બહોળી સંખ્યામાં કલાકારો દ્વારા પોતાની કલા આવગી રીતે જુદી જુદી શ્રેણીઓમાં નૃત્ય ,સંગીત, ગાયન અને ફેશન શો પ્રસ્તુત કરવામાં આવેલ. જેમાં ૧૫ ઓગસ્ટ નાં ગાંધીધામનાં યુવા કલાકાર પૃથ્વી યોગેશકુમાર સોનીને ડાન્સમાં સિનીયર કેટેગરીમાં પ્રથમ વિજેતા બનેલ અને ફેશન શો માં પ્રથમ નંબર પર વિજય પ્રાપ્ત કર્યો હતો,તેમને સ્મૃતિ ચિહ્ન,મેડલ પહેરાવી અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને મંચ પર કલાકારનાં તિરંગા સાથે વંદેમાતરમ અને ભારત માતા કી જય થી ઓડીટેરીયમ પર સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બનેલ. દુબઈ મુકામે ઈન્ટરનેશનલ ડાન્સ અને ફેશન માં આ સ્પર્ધામાં કલા જગતનાં પ્રસિદ્ધ વિવિધ પુરસ્કારોથી સન્માનિત એવા કથક, ભરતનાટયમ ક્લાસિકલ નૃત્ય ગુરૂ શ્રી અનુરાધા શાહ મુંબઈ, દુબઈ હારમોની મ્યુઝિક એન્ડ ડાન્સ એકેડમીનાં આરતી અગ્રવાલ, કલાગુરુ પુરસ્કારથી સન્માનિત અંબિકાદેવી નિણાઁયકોએ કલાની પ્રસંશા કરેલ. કાયૅક્મમાં સ્ટાર ગેસ્ટ અનેક સન્માનપત્રથી સન્માનિત કથક કલાગુરુ શ્રિન્જુની કુલકર્ણીતે પદમ્ વિભુષણ બિરજુ મારાજનાં પુત્રી કાયૅક્મનું મુખ્ય આકર્ષણ રહેલા. સમગ્ર આયોજન શ્રીકાંત ગોચડે એન્ડ ટીમે સફળ બનાવેલ.

આમ પૃથ્વી સોની -ડાન્સર ઓફ જેવીસી ટ્સ્ટ ગાંધીધામએ ઈન્ટર નેશનલ ડાન્સ અને ફેશન શો માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કરછ નું ગૌરવ વધારેલ છે. પૃથ્વીનાં પિતા યોગેશકુમાર સોની, માતા એડવોકેટ પારૂલ સોની અને પરિવારને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે – રીપોર્ટ – એમ.જી.દવે. ગાંધીધામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: