ગાંધીધામ કાકુભાઈ પરીખ સ્કુલ દ્વારા ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામા આવ્યુ

આ ચિત્ર સ્પર્ધા ત્રણ કેટેગરીમાં રાખવામાં આવી હતી. નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો અને ટોફી એનાયત કરવામાં આવી

હંમેશા કાંઈક નવું કરવાની નેમ ધરાવતી કાકુભાઈ પરીખ વિદ્યાલય ગાંધીધામ દ્વારા ગોલ્ડન પાર્ક ખાતે વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ત્રણ કેટેગરીમાં રાખવામાં આવી હતી જેમાં પ્રથમ કેટેગરીમાં ૦થી ૭ બીજી કેટેગરીમાં ૮થી ૧૧ અને ત્રીજજી કેટેગરીમાં ૧૧થી ૧૫ વર્ષના વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવી હતી જેમાં પ્રથમ દ્વિતીય તૃતીય આવનાર વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ તેમજ ટ્રોફી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

આ સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓ સાથે તેમના માતા-પિતા પણ હાજર રહ્યા હતા ત્યારે શાળા સંચાલક શિક્ષકો દ્વારા શાળા વિશેની માહિતી તથા દફતર વિનાનું ભણતર માહિતી આપવામાં આવી હતી.આ તકે ઉપસ્થિત વાલીઓ એ સમર કેમ્પ ના આયોજન માટે શાળા સંચાલકો ને જણાવ્યું હતું.આ ચિત્ર સ્પર્ધા માં વિધાર્થીઓ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.સાથે વાલીઓ અને શિક્ષકોઓ ને પણ આનંદ ની અનુભૂતિ થઈ હતી. રીપોર્ટ – એમ.જી.દવે. ગાંધીધામ



