ગાંધીધામ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત ઊજવણી

ગાંધીધામ  ખાતે તારીખ ૫/૦૩/૨૦૨૨ના રોજ ગાંધીધામ સારસ્વત સહેલી ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત ઊજવણી સમસ્ત બ્રહ્મ સમાજની બહેનોને સાંકળીને શાનદાર રીતે ઉજવણી કરાવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં  ગાંધીધામ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ આશિષભાઈ  જોશી, સારસ્વત બ્રાહ્મણ સમાજના પ્રમુખ  મહેન્દૃભાઈ જોશી,ચેતનભાઈ જોશી, કપિલભાઈ પાંધી, રાજેન્દ્ર સુરાની,  ધરમશીભાઈ મશુરિયા, અશોકભાઈ જોશી,ચિંતન શર્મા, મુકેશભાઈ બાપટ,શ્રી ભાવેશભાઇ મઢવી તેમજ સમસ્ત બ્રહ્મ સમાજની સમિતિના  સભ્યો સાથે મહિલા વિન્ગ ના એક્સ. ઑફિશિઓ   ડિમ્પલબેન આચાર્ય, પન્નાબેન જોશી,કૈલાશબેન,  મીનાક્ષીબેન ભટ્ટ, દિક્ષાબેન રાજપુરોહિત, દિપ્તી ઝાલા, કાશ્મીરા પંડ્યા, શ્રી હિના જોશી,  વૈભવી ગોર,  હિના વ્યાસ, ગીતાબેન જોશી, પ્રતિમાબેન સોનાર,  રચનાબેન જોશી,  તૃપ્તિ પ્રફુલ જોશી,  હર્ષિદાબેન જોશી,  મમતાબેન જોશી,નીતાબેન જોશી, હેન્સી જોશી અને સમસ્ત બ્રહ્મ સમાજની બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમના મુખ્ય સંયોજક ડિમ્પલબેન પાંધી તેમજ કારોબારી સમિતિના સભ્યો  બીના પંડ્યા,  મીતા જોશી,  પ્રતિમા જોશી,  ખ્યાતિ જોશી,ખુશાલી જોશી, શ્રી રક્ષા જોશી,  નિરૂપા જોશી,  મંજુલાબેન જોશી, તૃપ્તિ (પાંધી)જોશી સારિકા જોશી,  પુજા જોશી સૌ એકાર્યક્રમની કાર્યવાહી સંભાળી હતીકાર્યક્રમની શરૂઆતમાં સંયોજક ડિમ્પલ પાંધી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ આશિષભાઈ દ્વારા  એકતાનો પ્રબળ કરતું પ્રોત્સાહ પ્રવચન આપવામાં આવ્યું અને  સારસ્વત સમાજનું પ્રતિનિધિત્વ કરતાં  ચેતનભાઈ એ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.  તૃપ્તિ પીયૂષ જોશી દ્વારા મહિલા સશક્તિકરણ વિશે વાત મુકવામાં આવી હતી ત્યારબાદ મુખ્ય આકર્ષણ હતું લગ્નગીતની રમઝટ. જેમાં બે દીકરીઓ જેમકે શ્રુતિ સંદિપભાઈ પાંધી “વર” બની હતી અને ક્રીશા ચેતનભાઈ શિવ “કન્યા” બની હતી ફુલહાર પહેરાવ્યા હતા અને પછી બહેનો વરપક્ષ અને કન્યાપક્ષ એમ બે ભાગમાં ગોઠવાઈ ગઈ હતી અને સામસામે તમામ વિધિપૂર્વકના પારંપરિક અર્વાચીન -પ્રાચીન ગીતોની ધૂમ મચાવી દીધી હતી. ખૂબ આનંદ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

મનોરંજન માટે જોરદાર રમતનું આયોજન આયુશી પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા બહેનોને ઈનામ આપવામાં આવ્યાં હતાં.છેલ્લે ગરબાની રમઝટ માણી હતી.અલ્પાહાર બધાં છૂટા પડ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું ચોટદાર સંચાલન તૃપ્તિ પીયૂષ (પાંધી)જોશી દ્વારા કરવામાં  આવ્યું હતું. એકંદરે આ કાર્યક્રમ આનંદદાયક અને એકતા પ્રદર્શિત કરતો રહ્યો હતો. રીપોર્ટ – એમ.જી.દવે. ગાંધીધામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: