ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ -કચ્છ, ગાંધીધામ
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી . / જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય અને ગાંધીધામ એ ડીવીઝન વિસ્તારમાં એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે જુની સુંદરપુરી ખેતરપાળ મંદિરની પાસે આરોપી સમીર નરેશભાઇ સથવારા વાળાએ પોતાના બ્જાની ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ જે હકીકત આધારે ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા નીચે જણાવેલ વિદેશી દારૂ નો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે . હાજર ન મળી આવેલ આરોપીનુ નામ : ( ૧ ) સમીર નરેશભાઇ સથવારા રહે . કૈલાશ સોસાયટી ભારતનગર ગાંધીધામ મુદ્દામાલ : વિદેશી દારૂ ની બોટલો નંગ – ૧૨૬ કિ.રૂ .૪૭,૨૫૦ / –
આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.પરમાર તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.એન.સોલંકી તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે .