માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે આરોપી પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ 

મે.પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પુર્વ – કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ – કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ અંજાર વિભાગમાં ગાંધીધામ શહેર વિસ્તારમાં નાર્કોટીક્સની બદી સંપુર્ણપણે નાબુદ કરવા વારંવાર સુચના આપેલ હોય અને પો.ઇન્સ . એચ.કે.હુંબલ નાઓએ પોલીસ સ્ટાફના માણસોને ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં નાર્કોટીક્સના કેશો શોધી કાઢવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જેથી મળેલ બાતમી આધારે સુંદરપુરી પાણીના ટાંકા પાસે આવેલ જયઅંબે સ્ટોર માંથી માદકપદાર્થ ગાંજો પકડી કાયદેસરની કાર્યવાહી કરી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે .

આરોપી – ( ૧ ) નરેશભાઇ ધરમશીભાઇ મકવાણા રહે . વોર્ડ નં ૯ / બી ભારતનગર ગાંધીધામ . મુદ્દામાલ – ( ૧ ) ગાંજાનો જથ્થો ૧૧૮૦ ગ્રામ કિ.રૂ .૧૧૮૦૦ / ( ૨ ) મોબાઇલ ફોન નંગ ૦૧ કિ.રૂ .૫૦૦૦ / ( ૩ ) પાનકાર્ડ તથા લાઇટબીલ નંગ ૦૧ કિ.રૂ .૦૦ / ૦૦ કુલ કિ.રૂ .૧૬,૮૦૦ /

ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એચ.કે.હુંબલ તથા પો.સબ ઇન્સ . એન.પી.ગૌસ્વામી તથા એ.એસ.આઇ. ગોપાલભાઇ નાગશીભાઇ તથા હિતેન્દ્રભાઇ મહાદેવભાઇ તથા પો.હેડ કોન્સ. હિરેન કલ્યાણજી તથા હિરજીભાઇ લક્ષ્મણભાઇ તથા પો.કોન્સ. કૃષ્ણસિંહ નરેન્દ્રસિંહ તથા દિનેશભાઇ શંકરભાઇ તથા રાજાભાઇ મહેન્દ્રકુમાર તથા જગદિશભાઇ ખેતાભાઇ તથા યોગેશભાઇ ગોવિંદભાઇ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે .

Leave a Reply

Your email address will not be published.

error: