ઓશીયા હાયપર માર્ટની વણશોધાયેલ ચોરીનો ગુનો શોધી આરોપી પકડી મુદ્દામાલ રીકવર કરતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

કચ્છ – ગાધીધામ – તારીખ – ૦૯/૦૧/૨૦૨૨ રવીવાર – મે,પોલીસ માનીરીક્ષક શ્રી જે.આર.મોઘલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ-કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ અંજાર વિભાગમાં મીલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધવા સુચના આપેલ હોય અને ગાંધીધામ એ-ડિવીઝન પો.સ્ટે. એ.ગુ.ર.ન ૦૦૦૭/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૪૨૭ મુજબનો ગાંધીધામ ઓશીયા હાઇપરમાર્ટ માંથી ચોરીનો વણશોધાયેલ ગુનો રજી. થયેલ હોય પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.જાડેજા નાઓએ ગુન્હો શોધી આરોપી અટક કરી મુદ્દામાલ રીકવર કરવા સુચના આપેલ હોઇ જે અનવ્યે ગાંધીધામ એ ડિવી પો.સ્ટે.ના સ્ટાફના માણસોને હ્યુમન શોર્સ તથા ટેક્નીકલ સર્વેલન્સની મદદથી મળેલ બાતમી આધારે આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી – (૧) માધવ પ્રેમસીંગ ગોપી જાટવ ઉ.વ ૨૨ રહે સુમસાવાદ મડી તા.જી.આગા(યુ.પી) (૨) કલ્પેશ ડાયાભાઇ વાલ્મીકી ઉ.વ ૨૦ રહે, ભારતનગર ગાંધીધામ મુળરહે, લુખાસણ તા.સીધ્ધપુર જી.પાટણ (૩) ૦૨ કાયદાના સંધર્ષમાં આવેલ કિશોરો.

કબજે કરેલ મુદ્દામાલની વિગત: (૧) રોકડા રૂપીયા ૮,૪૧,૩૮૦/ (ર) ચોરીના રૂપીયાથી લીધેલ મો.ફોન આઇફોન ૧૩ પ્રો.મેક્સ ગોલ્ડ કલરનો કિ.રૂ.૧,૨૦,૦૦૦/ (3) ચાંદીના નાના-મોટા સૌક્કા નંગ ૭૩ કિ.રૂ.૧૮,૦૦૦/ (૪) ગુના કામે આરોપીઓએ ઉપયોગમાં લીધેલ મોબાઇલ નંગ ૦૪ કિ.રૂ.૨૦૦૦૦/ (૫) પ્લેટીના મો.સા જેના આર.ટી.ઓ નંબર લગાવેલ નથી કિ.રૂ.૨૦,૦૦૦/ (૬) સુઝુકી એક્સેસ નં જી.જે.૧૨.ડી.આર.૦૬૦૫ કિ.રૂ.૪૦,૦૦૦/ – રીપોર્ટ – કરિશ્મા માની કચ્છ બ્યુરો ચીફ

Leave a Reply

Your email address will not be published.

error: