ભરૂચ જિલ્લાના દહેજ પંથકના લુવારા, જાગેશ્વર અને લખીગામ ખાતે નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયા

૧૯૮ દર્દીઓએ નિદાન-સારવારનો લાભ લીધો
રવિના એમ. ખંભાતા દ્ધારા દહેજ આસપાસના લુવારા, જાગેશ્વર અને લખીગામ ખાતે ગ્રામ પંચાયતોના સહયોગથી અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા પ્રોજેક્ટ ‘સ્વાસ્થ્ય અપને હાથો મેં” અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાયા હતાં. જેમાં ૧૯૮ દર્દીઓએ નિદાન-સારવાર લીધી હતી. જે પૈકી ગાયનેકની સમસ્યા ધરાવતી ૧૦૭ મહિલાઓને સારવાર અપાઈ હતી.

૧૫ દર્દીઓના ECG અને સુગર ટેસ્ટ કરાયા હતા. એસ.આર.હેલ્થ સર્વિસ, ભરૂચ દ્વારા ફિઝિશિયન, ગાયનેકોલોજિસ્ટ, ડાયેટિશિયન, કાઉન્સેલર અને નર્સની ટીમે સેવાઓ પૂરી પાડી હતી.

મેડિકલ કેમ્પ અગાઉ ડાયાબિટીસના સંભવિત કેસોને આઇડેન્ટિફાય કરવા માટે ગ્રામ્ય આરોગ્ય સ્વયંસેવક દ્વારા ૩૫ અને તેથી વધુ વયના તમામ મહિલાઓના BMI, કમર, જાંઘ અને હિપનું માપન કરાયુ હતું. શિબિર દરમિયાન લાખીગામ ગામના સ્વયંસેવક દ્વારા દર્દીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

કેમ્પમાં જગદીશ પટેલ સીઓઓ, દહેજ, કોર્પોરેટ અફેર્સ, એડમિન અને અન્ય સ્ટાફે મુલાકાત લીધી હતી. સરપંચ અમરસંગ રાઠોડ, ઉપસરપંચ સતિષ ગોહિલ અને પંચાયત સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.