સુરત માં ભાજપ અને આપના કાર્યાલયો પર ઉત્સવ, કોંગ્રેસનાં દરવાજા બંધ

દેશનાં પાંચ રાજ્યોની ચુટણીનાં પરિણામ બાદ સુરતમાં ભાજપ અને આમ આદમી પાર્ટીનાં કાર્યાલયમાં ઉત્સાહનો માહોલ જોવાં મળ્યો હતો. જ્યારે દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસ કાર્યાલયના દરવાજા બંધ હાલતમાં જોવાં મળ્યાં હતાંપંજાબ વિધાનસભાની ચુંટણીના પરિણામના કારણે સુરતમાં પોતાના પક્ષનાં કોર્પોરેટરો પક્ષ છોડી જતાં રહે છે તેની ચિંતામાં રહેતાં આમ આદમી પાર્ટીનાં કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરિણામ જાહેર થવાનું શરૃ થયું અને પંજાબમાં આપની જીત દેખાતાથ સુરતના સીમાડા ખાતે આવેલા પાર્ટી કાર્યાલયમાં કાર્યકરો અને નેતાઓ ભેગાં થયાં હતા. પરિણામ જાહેર થયાં બાદ સુરતના આપે સિમાડાનાં કાર્યાલયથી વિજય રેલી કાઢીને સુરતનાં કેટલાક વિસ્તારમાં ફેરવીને રીંગરોડ ખાતે આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પુરી કરી હતી. છ કોર્પોરેટરોના પક્ષ પલ્ટા બાદ નિરાશામાં ધકેલાઈ ગયેલા આપના કાર્યકરોમાં આજે ઉત્સાહ જોવાં મળ્યો હતો. આવી જ રીતે પાંચમાંથી ચાર રાજ્યોમાં ભાજપને બહુમતિ મળ્યાં બાદ સુરત ભાજપનાં કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને કાર્યકરો અને લોકોને મીઠાઈ ખવડાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. દરમિયાન પાલિકાની ચુંટણીમાં બીજી વાર ઝીરો થઈ ગયેલી કોંગ્રેસનાં કાર્યાલય પર ચુંટણી પરિણામ બાદ દરવાજા બંધ જોવાં મળ્યાં હતાં. સુરત કોંગ્રેસના નેતાઓ ચુંટણી પરિણામ બાદ કાર્યાલય ખાતે ફરક્યા પણ ન હતાં – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત