મહિયલ ની પ્રાથમિક શાળા ના શિક્ષક ના વિદાય સમારંભ દુધસાગર ડેરી ના ચેરમેન અશોકભાઇ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો

મહિયલ પ્રાથમિક શાળા ના આચાર્ય દલસંગભાઇ ચૌધરી નો વય નિવૃત થતા કાર્યક્રમ યોજાયો ખેરાલુ તાલુકાના મહિયલ ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલ કાર્યક્રમમાં અલખ દરબાર ના મહંત વિરસંગ મહારાજ એ આશીર્વચન આપ્યા હતા મહિયલ પ્રાથમિક શાળા માં ડીરેકટર સરદાભાઇ ચૌધરી નિવૃત્ત ડીવાયએસપી એમ ડી ચૌધરી ખેરાલુ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના ડૉ બી જે ચૌધરી જીલ્લા સદશય  ઈન્દુબેન ચૌધરી જમીન વિકાસ બેંકના ચેરમેન રેવાભાઈ ચૌધરી અરઠી  રહ્યા હાજરસ્ટેજ પર મોટા ગજાના અનેક આગેવાનો એ હાજરી આપી હતી મહિયલ ગામના પ્રોગ્રામ એમ ડી ચૌધરી એ ૧૦૦૦૦૦/૦૦રૂ જીલ્લા પંચાયત ની ગ્રાન્ટ માંથી આપવાની જાહેરાત કરી

સરદાર ભાઇ ચૌધરી એ પણ દુધ સાગર ડેરી ની અનેક ઉપલબ્ધી ઓ ગણાવી ચેરમેન અશોકભાઇ ચૌધરી ખુબ પારદર્શક વહીવટ કરતા હોઈ ટુંકસમયમાં જ ભાવ વધારો કરશે જ કહ્યું હતું સરદાર ભાઇ ચૌધરી એ કેન્દ્ર સરકાર દ્વારા ડેરી સંચાલિત શેનિક સ્કૂલ ચાલુ કરવાની મંજૂરી મળી છે ખેરાલુ નગરપાલિકાના સહયોગથી ૧૦૦વિઘા જગ્યા પર બનશે તે ચેરમેન અશોકભાઇ ચૌધરી ના સીધા સંપકૅમા હોવાથી જ શક્ય બન્યા નું જણાવ્યું હતું

પ્રમુખ સ્થાને થી અશોકભાઈ ચૌધરી એ તમામ સ્ટેજ પરના મહેમાનો ને યાદ કરી નિવૃત થનાર આચાર્ય દલસંગભાઇ ચોધરી ને અભિનંદન આપ્યા હતા અને નિવૃત બાદ સ્કુલ તેમજ સામાજિક કામે લાગી જવાથી આયુષ્ય જળવાઈ રહેશે કહ્યુંપશુપાલન કરતા લોકોને પણ ડેરી બે ત્રણ દિવસ માં સારા સમાચાર આપશે તેવુ આશ્ર્વાસન આપ્યું હતું નિવૃત્ત થનાર શિક્ષક એ ૫૧૦૦૦ રુ સ્કુલ માં આપ્યા તેમજ ૨૧૦૦૦/૦૦રૂ ચેક સંસ્થાને  આપ્યો હતો  ચેરમેન અશોકભાઇ ચૌધરીએ ૨૧૦૦૦/૦૦ સરદારભાઇ ચૌધરી એ સ્કૂલમાં ૧૧૦૦૦/૦૦ રૂ નું દાન આપ્યું હતું તેમજઅન્ય આગેવાનો એ પણ દાન આપ્યું હતુ

દલસંગભાઇ ચૌધરી સહિત આગેવાનો એ પ્રસંગ અનુ રૂપ પ્રવચન કર્યા હતા સ્ટેજ પર સ્થાન લેનાર અધ્યક્ષ અશોકભાઈ ચૌધરી ડીરેકટર સરદાભાઇ ચૌધરી નિવૃત્ત ડીવાયએસપી એમ ડી ચૌધરી ખેરાલુ કોલેજ ના આચાર્ય ડૉ બી જે ચોધરી અલખ દરબાર મહંતશ્રી વિરસંગભાઈ અને જિલ્લા ડેલીગેટ  ઈન્દુબેન ચોધરી તાલુકા ડેલીગેટ સહિત જાગૃત પત્રકાર ફારૂક મેમણ નું પણ ફુલછડી  શાલ તેમજ રૂમાલ આપી સન્માન કર્યું હતુંનિવૃત્ત થનારઆચાર્ય દલસંગભાઇ ચૌધરી નું  સ્કુલ તરફથી સન્માન પત્ર સહિત મોમેનટ સહિત ખુબ મોટી સંખ્યામાં લોકો એ સન્માન કર્યું હતું અશોકભાઈ ચૌધરી એ જાગૃત પત્રકાર ફારૂક મેમણ ને આપેલ બાઇટ માં પશુપાલન પર ડેરીઅને નિયામક મંડળ શું કરી રહી છેતેની વિગતો આપી હતી સ્કુલના શિક્ષકો અનૈ સરપંચ ઘેમરભાઇ સહિત આગેવાનો એ સુંદર વ્યવસ્થા કરી હતી અશોકભાઈ ચૌધરી સહિત મહેમાનો ને જમાડીને વિદાય કરયા હતા લોકો એસામુહિક ભોજન લીધું હતું – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: