મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભાનુભાઈ ડાંગરનો વિદાય સમારંભ યોજાયો

ભાનુભાઈ ડાંગરે ૩૭ વર્ષ જુદા જુદા પોલીસ મથકોમાં નિષ્ઠાવાન ઈમાનદાર કર્મચારી તરીકે ફરજ બજાવી વય મર્યાદાએ નિવૃત થતા પીઆઈ સહિતના પોલીસકર્મીએ ફુલહાર કરી હદયસ્પર્શી વિદાય આપી

મોરબીના મહીલા પોલીસ મથકમાં ફરજ બજાવતા ભાનુભાઈ પ્રભાતભાઈ ડાંગરનો વય મર્યાદાના કારણે મહીલા પોલીસ મથક ખાતે વિદાય સમારોહ યોજાયો હતો મોરબી મહીલા પોલીસ મથક ખાતે ફરજ બજાવતા અને મુળ માળીયામિંયાણાના જસાપર ગામે રહેતા ભાનુભાઈ ડાંગરનો મહીલા પોલીસ મથક ખાતે વય મર્યાદાના કારણે નિવૃત્ત સમારોહ રાખવામાં આવ્યો હતો ભાનુભાઈ ડાંગર ગુજરાતના જુદા જુદા પોલીસ મથકોમાં ઈમાનદારીપુર્વક ફરજ બજાવી હતી

જેમા તેઓએ પ્રથમ માળીયામિંયાણા પોલીસ મથકમાં ત્યારબાદ વાંકાનેર વિંછીયા ગોંડલ બાદ ફરી મોરબી જિલ્લામાં મુકાયા હતા જ્યા શહેરના મોરબી તાલુકા પોલીસ મથક બી.ડીવીઝન પોલીસ મથક અને છેલ્લે મહીલા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવી પોતાની ઉંમરને માન આપી તેઓ ૩૭ વર્ષની પોલીસ સર્વિસ બાદ વય મર્યાદાના કારણે નિવૃતિ જાહેર કરી નિવૃત થયા હતા ભાનુભાઈ ડાંગરે ૩૭ વર્ષ મોરબી માળીયા સહીતના પોલીસ મથકોમાં ફરજ બજાવી પોલીસ પ્રજા વચ્ચે સુમેળ ભર્યા સબંધો સાથે પોલીસ પ્રજાની મિત્ર છે તેવા સુત્રોને સાર્થક કરી ૩૭ વર્ષની સર્વિસમાં ભાનુભાઈ ડાંગરે ઈમાનદાર અને નિષ્ઠાવાનની છાપ ઊભી કરી માણસ માત્ર સેવાને પાત્ર પોલીસ વિભાગમાં ફરજની સાથે સેવા પુરી પાડતા ભાનુભાઈ ડાંગરની નિડર નિષ્ઠાને બિરદાવી ખાખીને શોભે તેવી પોલીસ કર્મીની નોકરી નિષ્ઠા ઈમાનદારી સાથે પુર્ણ કરી પોલીસ ફરજના કાર્યકાળ દરમિયાન નિખાલસ અને પ્રેરણાત્મક પોલીસ કર્મી તરીકે તેઓ ફરજ બજાવી વય મર્યાદાએ નિવૃત થતા મોરબી મહીલા પોલીસ સ્ટેશન ખાતે મહીલા પીઆઈની હાજરીમાં માન સન્માન સાથે વિદાય સમારોહ યોજાયો

હતો આ તકે મહીલા પીઆઈ વી.એલ.સાકરીયા પીએસઆઈ એચ.જે.ચાવડા ગોરધનભાઈ કલાભાઈ રાઠોડ વેલજીભાઈ ભાગલા દિનેશભાઈ નટવરલાલ દવે દેવાયતભાઈ મેણંદભાઈ ડાંગર નારણભાઈ હિરાભાઈ છૈયા જયપાલસિંહ સુરૂભા જાડેજા સહીતના પોલીસ કર્મીઓએ ભાનુભાઈ ડાંગરને ફુલહાર અને સાલ ઓઢાડી સન્માનિત કરી વિદાય આપી તેઓને જીવનના આવનાર નિવૃતિ સમયમાં જીવનની દરેક પળ ખુશીઓથી ભરેલી રંગીન તંદુરસ્ત શાંતિમય અને હરભરી રહે તેવી ઉપસ્થિતિ પોલીસ કર્મીઓએ શુભકામના પાઠવી હદયશર્પશી વિદાયમાન આપ્યો હતો – રિપોર્ટ : રજાક બુખારી – ગોપાલ ઠાકોર

Leave a Reply

Your email address will not be published.

error: