રાજકોટ રેલવે ડિવિઝનમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી

વેસ્ટર્ન રેલવે મહિલા કલ્યાણ સંસ્થા રાજકોટ દ્વારા સંચાલિત યોગ મંદિરને નવ વર્ષ પૂર્ણ થયા મહિલા રેલવે કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ અને જાગૃતિ અભિયાનનું આયોજન
વેસ્ટર્ન રેલવે મહિલા કલ્યાણ સંસ્થા રાજકોટના પ્રમુખ શ્રીમતી વિદુ જૈનની આગેવાની હેઠળ રાજકોટ રેલવે ડીવીઝનમાં વિવિધ કાર્યક્રમો યોજીને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૨ ની થીમ ‘જેંડર એકવાલીટી ફોર અ સસ્ટેનેબલ ટુમોરો’ છે. ‘આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહ’ નિમિત્તે રેલવે હોસ્પિટલ રાજકોટ ડિવિઝન દ્વારા મહિલા રેલવે કર્મચારીઓ અને રેલવે પરિવારની મહિલાઓ માટે સાપ્તાહિક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં રાજકોટ ખાતે ડીઆરએમ ઓફિસ માં કામ કરતી ૧૮૩ મહિલાઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. સમગ્ર રાજકોટ ડિવિઝન માં કુલ ૪૧૮ મહિલાઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. મહિલાઓમાં સ્તન અને ગર્ભાશયના કેન્સરના કારણો, નિવારણ અને સારવાર બાબત ની માહિતી ડો.નીતુ અને ડો. હિમાલી દ્વારા આપવામાં આવી હતી. રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલકુમાર જૈને રાજકોટની રેલવે લોકો કોલોનીની મહિલાઓને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવા માટે મહત્વની માહિતી પૂરી પાડી હતી.

મેડિકલ વિભાગ દ્વારા દ્વારકા, જામનગર, હાપા, વાંકાનેર, સુરેન્દ્રનગર વગેરે જેવા વિવિધ સ્ટેશનો પર પણ આ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મેડિકલ વિભાગ દ્વારા ‘સ્વસ્થ મહિલા, સ્વસ્થ સમાજ’ વિષય પર પ્રકાશિત થતા ત્રિમાસિક ઈ-મેગેઝીનનું વિમોચન મહિલા કલ્યાણ સંસ્થા રાજકોટના પ્રમુખ શ્રીમતી વિદુ જૈનના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજકોટની લોકો કોલોની ખાતે વેસ્ટર્ન રેલવે મહિલા કલ્યાણ સંસ્થા રાજકોટ દ્વારા સંચાલિત નિ:શુલ્ક યોગ મંદિરને આજે નવ વર્ષ પૂર્ણ થયા છે.

આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ડીઆરએમ શ્રી અનિલ કુમાર જૈને છેલ્લા નવ વર્ષથી સતત યોગ પ્રશિક્ષક તરીકે ફરજ બજાવનતા રેલવે કાર્યકર શ્રીમતી ગુરમુખ કૌર વાસનની કામગીરીની સરાહના કરી હતી અને ઉપસ્થિત તમામ મહિલાઓને નિયમિતપણે યોગ કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે મહિલા કલ્યાણ સંસ્થાના ઉપપ્રમુખ શ્રીમતી મીતા સૈની અને અન્ય મહિલા સભ્યો, રાજકોટ ડીવીઝનના ચીફ મેડિકલ સુપ્રિટેંડેંટ ડો.એમ.આર.ચક્રવર્તી અને ડીવીઝનલ ઓપરેશન મેનેજર (ગુડ્સ) શ્રીમતી રીની ઉપસ્થિત રહ્યા હતા -રીપોર્ટ – ડો વિજ્યેશ્વર મોહન