રાપર ભચાઉ મામલતદાર કચેરી મા કર્મચારીઓ માસ સી. એલ મા રહ્યા

રાપર ભરુચ ના સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર અને નાયબ મામલતદાર ને અસભ્ય વર્તન અને અસભ્ય ભાષા બોલતા સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે રાજ્ય ભર ના મામલતદારો અને મામલતદાર કચેરી ના સ્ટાફ દ્વારા ગઈ કાલે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી ત્યારે આજે રાપર મામલતદાર કચેરી ના તમામ સ્ટાફ સાથે મામલતદાર માસ સી એલ મા રજા મુકી હતી ત્યારે ડાભુંડા રોડ પર બનાવવામાં આવેલી નવી મામલતદાર કચેરી ભુકંપના ૨૦૦૧ બાદ પ્રથમ વખત તાળા બંધ સાથે જોવા મળી હતી આજે રાપર તેમજ ભચાઉ મામલતદાર કચેરી મા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માસ સી એલ ની રજા પર ઉતરી ગયા હતા રાપર મામલતદાર કે. આર ચૌધરી અને ભચાઉ મામલતદાર ભગીરથસિંહ ઝાલા સહિત તમામ કર્મચારીઓ અને નાયબ મામલતદારો રજા પર ઉતરી ગયા હતા આજે બન્ને મામલતદાર કચેરી બંધ રહેતા લોકો કામગીરી માટે પાછા ફર્યા હતા

Leave a Reply

Your email address will not be published.

error: