દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે સમસ્ત ગઢવી સમાજ અને આઈ શ્રી સોનલમા યુવક મંડળ અને ભોગાત ના ગ્રામ જનો દ્વારા સત્કાર સમારોહ નું આયોજન કરવામાં આવ્યું

જેમાં દ્વારકા ના ઓઉરવ ધારાસભ્ય પબુભા માણેક સહિત સ્થાનિક અને જિલ્લાના અગ્રણી ઓનું સન્માન સત્કાર સમારોહ યોજાયો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતર મા યોજાયેલ કામઈધામ ધામે ભવ્ય સમરસ સમર્પણ વંદના સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ ભાજપ ના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી આર પાટીલ ની ઉપસ્થિતિ મા યોજાયો હતો આ જ કાર્યક્રમ અંતર્ગત ભોગાત ગામે સમગ્ર ભોગાત ના ગ્રામજનો, ગઢવી સમાજ અને આઈ શ્રી સોનલમતા યુવક મંડળ દ્વારા ભવ્ય સમરસ સત્કાર સમારોહ નયોજાયો હતો આ સમારોહ મા જિલ્લાના પ્રતિષ્ઠિત લોકો નું સન્માન કરવામાં આવ્યું હતું

જેમાં ખાસ પબુભા માણેક જેઓ તમામ જ્ઞાતિઓ ના સમૂહ લગ્ન ના મુખ્ય દાતા બની દિકરી ઓના લગ્ન કરાવવા માટે હંમેશા અગ્રેસર રહેતા હોઈ તેનું પણ સન્માન કરવામાં આવ્યું સાથે જ કલ્યાણપુર તાલુકાના મોભી એવા દ્વારકાદાસ રાયચુરા, દ્વારકા જિલ્લાના ગઢવી સમાજના અગ્રણી રામભાઈ ગઢવી, મયુર ગઢવી સહિત તમામ સમાજના વિવિધ ક્ષેત્રે આપેલા તેના યોગદાન ને યાદ કરી સત્કાર કરવામાં આવ્યો હતો આ સમરસ સમારોહ નો મુખ્ય ઉદ્દેશ તમામ સમાજ ના લોકો સંગઠિત થાય અને સમાજ ને ઉપયોગી કાર્ય કરવામાં આવે તેને લઈ ને સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.