દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મીડીયા સેલના કન્વિનર પદે હિતેન્દ્રભાઈ આચાર્યની નિયુકિત

ખંભાળીયા બ્રહ્મસમાજના અગ્રણી તેમજ સીનીયર પત્રકાર હિતેન્દ્રભાઈ આચાર્યની દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મીડીયા સેલના કન્વીનર તરીકે નિયુકિત કરાઈ છે. હિતેન્દ્રભાઈ હાલ પત્રકાર તરીકે લાંબા સમયથી કાર્યરત હોવા ઉપરાંત રાજ્ય આચાર્ય સંઘના મીડીયા સેલના કન્વીનર (ગાંધીનગર) તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા આચાર્ય સંઘ, તાલુકા શાળા સંગઠન ભૃગુ શિક્ષણ સંકુલના કન્વીનર તરીકે પણ તેમની સેવાઓ આપી રહયા છે. આ ઉપરાંત અન્ય સામાજિક સંસ્થાઓમાં પણ તેઓ સક્રીય હોદ્દેદાર તરીકે સેવા આપી રહયા છે. તેમની નિમણૂંકને સ્થાનીય મીડીયા વર્તુળમાં વ્યાપક આવકાર મળ્યો છે. રીપોર્ટ – દેશુર ગઢવી ખંભાળિયા