ખંભાળિયામાં મિત્ર મંડળ દ્વારા પ્રખર રાષ્ટ્ર ભક્ત માસ્તર વસંત અમૃતની ૧૨૦મી જન્મજ્યંતી અંતઃકરણ પૂરક ઉજવવામાં આવી હતી

સાસવત બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલ માસ્તર વસંત એ અંગ્રેજોની ખુસામત ની કવિતા બનાવી સ્વર બંધ કરવા માટે ના પાડી દેતા અંગ્રેજો એ દેશવટો આપ્યો હતો દેશવટો સ્વીકારવા છતાં પણ માસ્તરએ ભારતમાતાના ગુણગાન થી આગળ અંગ્રેજોની ખુશામત નહીં કરવા અડગ રહેતા જીવન પર્યન્તની સજા સ્વીકારી હતી આવા રાષ્ટ્રપ્રેમીની ૧૨૦મી જન્મજયંતિ તેમના સ્મરણ માટે વક્તાઓ શ્રી બાલુભાઈ જ્યોતિષિ, મહેન્દ્રભાઈ જોશી,જે. કે.જોશી, શંકરભાઇ ઠાકર, નિર્મલાબેન ગોકાણી, વજુભાઈ વોરીયા દ્વારા પ્રસંગીક સંસ્મરણને યાદગાર બનાવા મિત્ર મંડળ દ્વારા વિવિધ કેમ્પો તથા સહાયો માટે જાહેરાત કરવામાં આવે જેમાં દાયકાઓ થી હિન્દૂ મુસ્લિમના કોઈ ભેદભાવ વગર વિધવા બહેનોને વિવિધ સહાય આપતા જે. કે. જોશી દ્વારા આ સહાય માટે પુનોચ્ચાર કર્યો હતો લોકોના મુંજવતી સમસ્યાના માર્ગદર્શન માટે જ્યોતિષ કેમ્પ યોજાયા ઉષાબેન બોડા દ્વારા તથા ડેન્જર રોગના નિદાન માટે આયુર્વેદિક કેમ્પ યોજાયા માટે રાજેશભાઈ દવે દ્વારા રજુઆત કરવામાં આવેલ.
કાર્યક્રમમાં મંત્રોના ઉચ્ચારને પ્રાધાન્ય આપવામાં આવી હતી જેથી દીપ પ્રગટ્યા સમયે તથા માસ્તરજી નું પૂજન મંત્રો ચાર દ્વારા ભરતભાઈ શુક્લ, સુધીરભાઈ જોશી, ઉત્તમભાઈ શુક્લ, સુરેશભાઈ દવે દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમને સાર્થક કરવા માટે રોહિતભાઈ, રસ્મિનભાઈ કુવા, ધીમંતભાઈ, પરેશભાઈ પાંધી, રવિભાઈ દવે, રવેન્દ્રભાઈ દવે, છાયાબેન ફુવા, સંગીતાબેન અત્રિ, કિરણબેન જોશી, ઈલાબેન ભટ્ટ દ્વારા જહેમત ઉઠાવાવમાં આવી હતી. રીપોર્ટ – દેશુર ગઢવી ખંભાળિયા

Leave a Reply

Your email address will not be published.

error: