વોર્ડ નં. ૧૩ની મુલાકાત દરમ્યાન ટેક્સ વસુલાત, કોવીડ વેક્સીનેશન, જાહેર સ્વચ્છતા, ડ્રેનેજ, પાણી વિતરણ વિગેરેની ઓવરઓલ માહિતી મેળવતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા

તારીખ: ૧૫-૦૩-૨૦૨૨ – રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સુવિધા સજ્જ બનાવવા અને શહેરીજનોને ગુણવત્તાયુક્ત સેવાઓ આપી શકાય તે માટે રોજબરોજ કરવામાં આવતી કામગીરી વ્યવસ્થિત રીતે ચાલે તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરા દરરોજ એક એક વોર્ડમાં જઈને વિવિધ કામગીરીની ઓવરઓલ માહિતી મેળવે છે. જેમાં મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ વોર્ડ નં.૧૩માં વોર્ડ ઓફિસે રૂબરૂ જઈ સંબંધિત તમામ અધિકારીશ્રીઓ પાસેથી સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.
મ્યુનિ. કમિશનરશ્રીએ આ વોર્ડમાં કુલ વિસ્તાર, વસતિ, વિવિધ રહેણાંક, ઔદ્યોગિક અને વાણિજ્યિક એરિયા, ટેક્સ વસુલાતની કામગીરી, વોર્ડના તમામ વિસ્તારોની નળ જોડાણો અંગેની સ્થિતિ, જાહેર સ્વચ્છતા, વોંકળા સફાઈ, ડ્રેનેજ, કોવીડ વેક્સીનેશન, ટાઉન પ્લાનિંગ વિભાગ લગત કામગીરી, ઓનલાઈન – ઓફલાઇન આવતી ફરિયાદો વગેરે મુદ્દાઓ વિશે અધિકારી પાસેથી માહિતી મેળવી હતી.
આ મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા સાથે આસી. કમિશનરશ્રી એચ.કે.કગથરા, સિટી એન્જી. શ્રી એચ.એમ.કોટક, ટાઉન પ્લાનિંગ ઓફિસરશ્રી એમ.ડી.સાગઠીયા, પી.એ. (ટેક.) ટુ કમિશનરશ્રી રસિક રૈયાણી, નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી વલ્લભ જીંજાળા, એટીપી શ્રી અંબેશ દવે, નાયબ આરોગ્ય અધિકારીશ્રી હાર્દિક મેતા, વોર્ડ નં. ૧૩ના વોર્ડ ઓફિસરશ્રી પરેશ ચાવડા હાજર રહ્યા હતા. (જન સંપર્ક અધિકારી)રાજકોટ મહાનગરપાલિકા રીપોર્ટ – ડો વિજ્યેશ્વર મોહન