અંજારના યુવાને એસીડ પીને ટુંકાવ્યું જીવન

અંજાર શહેરના માધવવિલા સોસાયટીમાં મકાન નંબર ૧૪૨ માં રહેતા ૨૭ વર્ષિય હિરલભાઈ જગદીશભાઈ પટેલ નામના યુવાને ગત રોજ બપોરે ૧૨ વાગ્યાના અરસામાં પોતાના ઘરે અગમ્ય કારણોસર એસીડ પી લીધું હતું . જેઓને તેઓના પિતા જગદીશભાઈ સારવાર ખાનગી માટે આદિપુરની હોસ્પિટલમાં લઈ ગયા હતા . પરંતુ સારવાર કારગત સાબિત થાય તે પહેલા જ ૩:૪૦ કલાકે હતભાગીએ દમ તોડી દેતાં અંજાર પોલીસમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો હોવાનું જાણવા મળ્યું છે – રીપોર્ટ – ગની કુંભાર કચ્છ