મોરબી માં બહુજન સમાજ પાર્ટી ના કાર્યકરોને સક્રિય થવા જિલ્લા પ્રમુખ સોશિયલ મીડિયાથી સંગઠનને મજબૂત બનાવવા કરી અપીલ

વિધાનસભાની ચૂંટણી નજીક આવી!!! એટલે? મોરબી શહેર જિલ્લા માં બહુજન સમાજ પાર્ટી ના કાર્ય કરો જિલ્લા પ્રમુખ દિલીપ ભાઇ વાઢેર દ્વારા પાર્ટીના સંગઠનને વિશાળ સંખ્યામાં મજબૂત કરવા માટે અને ધ્યાને જનસંપર્ક કરવા અપીલ સાથે સંદેશો પાઠવ્યો છે હાલ વિધાનસભા 2022 ચૂંટણી અંતર્ગત મોટાભાગના રાજકીય નેતાઓ દ્વારા ચાલી રહી છે ત્યારે મોરબી શહેર જિલ્લામાં બહુજન સમાજ પાર્ટીએ જનસંપર્ક સાથે વિશાળ સંગઠન બનાવવા અંતર્ગત મોરબી જિલ્લા પ્રમુખ દ્વારા બહુજન સમાજ પાર્ટીના તમામ કાર્યકરોને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકાર કરી છે જેમાં જણાવેલ વિગત એવી છે કે દરેક મોરબી શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પ્રજા પ્રશ્નો ચિંતન કામગીરી સાથે સંગઠનને મજબૂત કરવા તેમજ યુવા સંગઠન અને મહિલા સંગઠનની રચના તત્કાલ કરવા સંદેશો પાઠવ્યો છે જેથી મોરબી શહેર જિલ્લામાં બહુજન સમાજ પાર્ટી વિવિધ પ્રશ્નો અંતર્ગત ચિંતન કામગીરી ઝડપી કરી શકે તેવા વિભાગો ની કામગીરી સોંપવામાં આવનાર છે અને તાલુકા વાઈઝ વોર્ડવાઇઝ નિમણૂક કરવાની તડામાર તૈયારી હાથ ધરી છે એમ એક અખબારી યાદીમાં બહુજન સમાજ પાર્ટીના જિલ્લા પ્રમુખ દિલીપભાઈ વાઢેર જણાવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: