વર્લ્ડ હેરિટેજ ધોરાવીરા મા વહીવટી તંત્ર દ્વારા લોકોને બચાવવા માટે અને સિંધુ સંસ્કૃતિ ને જાળવવા માટે મોક ડ્રીલ યોજી

કચ્છ – રાપર તારીખ ૧૧/૧૨/૨૦૨૧ વાર – શનિવાર

રાપર આજે વહેલી સવારે વર્લ્ડ હેરિટેજ ધોરાવીરા ખાતે સિંધુ સંસ્કૃતિ ના ધોરાવીરા ખાતે સાઈટ પર કલેકટર પ્રવિણા ડી કે. ના માર્ગદર્શન હેઠળ ભચાઉ પ્રાંત અધિકારી પી એ જાડેજા અને ભચાઉ મામલતદાર ભગીરથસિંહ ઝાલા ના વડપણ હેઠળ મોક ડ્રિલ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સાઇટ પર કઈ રીતે બચાવ કરવો અને કઇ રીતે સુરક્ષિત રાખવુ તે માટે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર કચેરી ના ડીઝાસ્ટર મેનેજમેન્ટ ના ડીપીઓ માધવ હાથી જોડાયા હતા

ખડીર પીએસઆઇ ડી. આર. ગઢવી. એન ડીઆરએફ. ડેપ્યુટી ચીફ રનવિજય કુમાર અજય સિંગ પીઆઇ ડી. આર. બારીયા. પીએસઆઇ બી. એલ. વસાવા પી. આઇ. મોહનલાલ રાજેન્દ્ર સિંગ તેમજ બીએસએફ ના અધિકારીઓ અને ધોરાવીરા ના અગ્રણી જીલુભા સોઢા તેમજ ગામલોકો અને અને સાઈટ પર કામગીરી કરતા લોકો અને કર્મચારીઓ જોડાયા હતા

આજે યોજાયેલ મોકલ ડ્રીલ દરમિયાન આગ લાગે વરસાદ તેમજ કુદરતી આપત્તિ સમયે આ ઘટના થી કેમ બચાવ કરવો તે બાબતે સમજણ અને માહિતી આપવા મા આવી હતી ૧૦૮ જનાણ ના ઇએમઈ કમલેશ પુરોહિત મહેશ દવે પ્રકાશ દવે સેંધા ભાઈ પરમાર મહેશ રાવલ વિગેરે જોડાયા હતા. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: