આગામી ૧૯મી એ મેઘવાળ સમાજવાડી નું લોકાર્પણ

રાપર શહેર ના મામલતદાર કચેરી ની સામે બનાવવા મા આવેલ સમસ્ત રાપર તાલુકા મેઘવાળ સમાજ ટ્રસ્ટ સંચાલિત મેઘવાળ સમાજવાડી નું લોકાર્પણ કાર્યક્રમ આગામી તા. ૧૯/૦૩/૨૦૨૨ શનિવાર ના સવારે ૧૦/૧૫ કલાકે રાખવામાં આવ્યો છે જેનું લોકાર્પણ મહંત શ્રી શંભુનાથજી ટુંડીયા ગાદીપતિ ઝાંજરડા સવિયાનાથ ગાદીપતિ અને મહામંત્રી રાષ્ટ્રીય અનુસુચિત જાતિ મોરચો ભાજપ અને માજી સાંસદ રાજય સભા તેમજ સાંસદ વિનોદ ચાવડા માજી ધારાસભ્ય પંકજ મહેતા મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે આ સમાજવાડી સાંસદ વિનોદ ચાવડા અને માજી ધારાસભ્ય પંકજ મહેતા ની ગ્રાન્ટ મા થી નિર્માણ કરવામાં આવી છે

ઉપરાંત રાપર ના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા. જીલ્લા પંચાયત પારુલબેન કારા. ઉપ પ્રમુખ વણવીરભાઈ સોલંકી. કેશવજીભાઈ રોશીયા ચેરમેન સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત કચ્છ.. હમીરજી સોઢા પ્રમુખ રાપર તાલુકા પંચાયત કાનજીભાઈ ગોહિલ ઉપ પ્રમુખ રાપર તાલુકા પંચાયત કિશોર મહેશ્વરી ચેરમેન સામાજિક ન્યાય સમિતિ રાપર તાલુકા પંચાયત.. અમરતબેન વાવીયા પ્રમુખ રાપર નગરપાલિકા મહેશ્વરી બા સોઢા ઉપ પ્રમુખ રાપર નગરપાલિકા.. સહિત રાજકીય આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહેશે તો મહંત આતમહંસ.. મહંત ત્રિકમ સાહેબ જગ્યા ચિત્રોડ મહંત શ્રી મોહનગર સરભંગી જગ્યા રાપર વિગેરે સંતો મહંતો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે સમસ્ત મેઘવાળ સમાજ ટ્રસ્ટ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે તેમ એક યાદીમાં બાબુભાઈ મુછડીયા એ જણાવ્યું હતું