રાધનપુર નગરપાલિકા માં નવા કારોબારી ચેરમેન ની આવતી કાલે કરાશે નિમણુંક

રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ નું શાસન છે ત્યારે તાજેતરમાં ચાલું ચેરમેન ગણેશભાઈ ઠાકોરે રાજીનામું આપી દીધેલ છે  ત્યારે નગરપાલિકા દ્વારા આવતી કાલે  બપોરે ત્રણ વાગે સામાન્ય સભા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુદ્દા નંબર ચારમાં નવીન કારોબારી ચેરમેન ની નિમણુંક આપવા માટે લીધેલ છે ત્યારે નવી નિમણુંક ને લઈ અમુક અંશે ચર્ચાઓ મુજબ ચાલું સત્તા પક્ષ કોંગ્રેસમાં અસંતોશ જોવા મળ્યો હતો પણ રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ મધ્યસ્થી થતાં ઘી ના ઠામમાં ઘી ઢળીયું હતું ત્યારે જાણવા મળ્યા મુજબ રાધનપુર નગરપાલિકામાં નવા ચેરમેન તરીકે વોર્ડ નંબર બે માથી ચુંટાયેલા હરદાસ ભાઈ આહીર નું નામ નક્કી છે તેવી ચર્ચાઓ સદસ્યોમાં ચાલી રહી છે ત્યારે ધુરંધર અને પ્રખર રાજકારણી અને વોર્ડ નંબર પાંચ ના સદસ્ય અને નગરપાલિકાના ઉપ પ્રમુખ કાનજી ભાઈ પરમાર ની તબિયત સારી ના હોવા ને કારણે કદાચ સામાન્ય સભામાં હાજર ના પણ રહી શકે તેવું જાણવા મળી રહ્યું છે

Leave a Reply

Your email address will not be published.

error: