જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખના પતિ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિન્ગ નો અમલ કરાવવા કોંગ્રેસ દ્વારા ફરિયાદ

“જમીન માફિયાઓ સામે કડક કાયદાની કલમ અંતર્ગત ભાજપ દ્વારા પ્રજા ચિંતન લેન્ડ ગ્રેબિન્ગ નો કાયદો અમલ કરાવી કડક અમલવારી કરવામાં તંત્ર નિષ્ક્રિય રહેતા તેજાબી પ્રવક્તા ઈરફાનશા કોંગ્રેસી નેતાએ ઓનલાઈન ફરિયાદ નોંધાવી”

ગુજરાતમાં જમીન માફિયાઓ સામે મોટાભાગે લેન્ડ ગ્રેબિન્ગ નો પરિપત્ર નો કડક કાયદો અમલ કરાવવામાં મોટાભાગે સરકારી અધિકારીઓ જિલ્લા કક્ષાના અધિકારીઓ નિષ્ક્રિય રહ્યા હોય તેમ જૂનાગઢ જિલ્લાના વંથલીમાં શાસક પક્ષના જ જિલ્લા પંચાયત પ્રમુખ પતિ દિનેશભાઈ કટારીયા દ્વારા પેશકદમી કરી હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે જૂનાગઢ જિલ્લાના વંથલીમાં બસ સ્ટેશન નજીક સાર્વજનિક પ્લોટમાં પ્રમુખ પતિ દ્વારા પોતાની મંડળી ના બોર્ડમાં ઠરાવ પસાર કરી કરોડની કિંમતની જમીન કબજે કરવાનું ષડયંત્ર થયું છે ત્યારે શાસન દ્વારા કરાય એ લીલા અન્ય કોઈ કરે તો પાપ જેવો ઘાટ હાલ જૂનાગઢ જિલ્લામાં ટોપ ઓફ ટાઉન બન્યો છે એક તરફ વિકાસની તેજ રફતાર સાથે ભ્રષ્ટાચારીઓ જમીન માફિયાઓ સામે પણ સરકારે તેજ દ્રષ્ટિએ પ્રકાશ આપવાની જરૂર બની છે જ્યારે પ્રતિષ્ઠ પક્ષની ગરિમા ના જાણી શકતા હોય તેવા સામે પક્ષના જવાબદાર વ્યક્તિએ ફરિયાદી થઈ ગુનો દાખલ કરાવી કાયદાનું કડક પાલન કરાવી દાખલો બેસાડવો જોઈએ એના બદલે ઉલટી ગંગા જેમ વિરોધ પક્ષને મોકો આપ્યો હોય તેમ ધટના વંથલી માં પ્રજાહિત કાર્યમાં વંચિત રહી ખુદના ગુંજા ગરમ કરવામાં ભાજપના જ નેતાઓ વ્યેસ્થ રહેતા હોય એમ વંથલી ખાતે ગેરકાયદેસર કબજો કરી કોમર્શિયલ બાંધકામ કરી લેતા વિરોધ પક્ષના કોંગ્રેસી તેજાબી પ્રવક્તા ઈરફાન શાહ એ ઓનલાઈન સરકારના પરિપત્રને કડક કાયદાનો અમલ કરવા અંતર્ગત લેન્ડ ગ્રેબિન્ગ કાયદાનો ભંગ કરનાર જિલ્લા પંચાયત પ્રમુખના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી છે ત્યારે જોવાનું રહ્યું કે આ પ્રકરણમાં ફરિયાદીને ન્યાય મળશે કે પછી ઘર કી મુર્ગી દાલ બરાબર એ તો આવનારો સમય જ કહેશે પરંતુ જિલ્લા કક્ષાના અધિકારીઓ આવા ગેરકાયદેસર સરકારી જમીન ગોચર ની જમીન ખરાબ કબ્જે કરનાર સામે લાલ આંખ તંત્રે કર્યા વગર જમીન માફિયાઓને મોકળુ મેદાન મળ્યું છે જેના પરિણામે વિરોધ પક્ષના લોકોને શાસન પક્ષ સામે રજૂઆત ફરિયાદનો મોકો આપનાર સામે પક્ષના જવાબદાર વ્યક્તિ પગલાં લેશે કે કેમ? એવો પણ પ્રશ્ન હાલ વંથલી પંથક મા ભાજપની વિકાસ લક્ષી પ્રજાહિત કાર્યને તેજ રફતાર માં અટકળો ઊભી કરવાનો મોકો આપનાર સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેવી કાર્યવાહી કરશે કે કેમ?એ જોવાનું રહ્યું જે ફરીયાદ કરેલ ઓનલાઈન ની ઓપી સાથે ફરીયાદ કરનાર ઈરફાનશા તસ્વીરમાં નજરે પડે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: