ગ્રીનફિલ્ડ એરપોર્ટની કામગીરીના નિરીક્ષણ બાદ અધિકારીઓ સાથે રીવ્યુ મિટિંગ યોજતા કલેકટર

રાજકોટ તા. ૧૧ માર્ચ – રાજકોટ નજીક આવેલા હિરાસર ગામ ખાતે નવનિર્માણ પામી રહેલા ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રિય એરપોર્ટની કામગીરીના નિરીક્ષણ અંગેની મીટીંગનું આયોજન એરપોર્ટ ઓથોરિટીના પ્લાનિંગ મેમ્બર શ્રી અનિલ પાઠક, પ્રોજેક્ટ એન્જિનિયર શ્રી લોકનાથન પાંડે, જિલ્લા કલેકટશ્રી અરુણ મહેશ બાબુ તથા સુરેન્દ્રનગર જિલ્લા કલકટરશ્રી કેયુર સંપટનાં અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.
ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રિય એરપોર્ટની કામગીરીના નિરીક્ષણના ભાગ રૂપે સાઈટ વિઝિટ કર્યા બાદ સંબંધિત વિભાગીય અધિકારીઓ સાથે રિવ્યુ મીટીંગ કરી હતી. જેમાં પાવરપોઇટ પ્રેઝન્ટેશન દ્વારા એરપોર્ટના વિકાસ કામોનું બેકગ્રાઉન્ડ અને અત્યાર સુધી પરિપૂર્ણ થયેલી કામગીરી ઉપરાંત આગામી કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. વિવિધ ફેઇઝમાં નિર્માણ પામનારા એરપોર્ટેના માસ્ટર પ્લાનની પણ રજૂઆત કરવામાં આવી હતી.
આ મિટિંગમાં ખાસ જમીન વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ, ડેપ્યુટી જી. એમ. શ્રી રમણદીપ, જોઇન્ટ પ્રોજેક્ટ જી.એમ. એન્જી. ઇલેક્ટ્રિકલ શ્રી અનિલ વાઘમારે, ચોટીલા ડે. કલેકટશ્રી પી.એચ. ગલચર, સિનિયર મેનેજર દિપક કુમાર, લવ ગુપ્તા, એસ.ડી.એમ. સંદીપ વર્મા તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.