માળીયા (મી.) ખાતે નીરૂબેન પટેલ નગર પ્રાથમિક શાળામાં શિક્ષણના શબ્દ ના જ્ઞાન સાથે રમત-ગમતમાં બાળ રાજાઓએ ભાગ લીધો!!!

મોરબી જિલ્લાના દરિયા ખેડૂત વિસ્તાર એટલે માળીયા મીયાણા જ્યાં મોટાભાગે પછાત વર્ગના લોકો વસવાટ કરે છે એવા વિસ્તારમાં શાળાએ સંસ્કાર નું મંદિર માં શબ્દો ના જ્ઞાન સાથે સાથે સમયની પરિસ્થિતિને ધ્યાને રાખી બાળકોના આરોગ્ય સાથે તંદુરસ્તી અંતર્ગત વિવિધ સ્પર્ધા ના કાર્યક્રમો યોજાતા હોય છે આ એવી જ એક શાળા છે

જે મોરબી ના માળીયામીયાણા ખાતે નીરૂબેન પટેલ નગર પ્રાથમિક શાળા જ્યાં વિવિધ ધોરણના વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમકે કોથળા દોડ તેમજ ત્રિરંગી દોડ, લીંબુ ચમચી, કુકડી દોરડા કૂદ,દોડ. ફુગ્ગા ફોડ સહિત ભારતીય સાંસ્કૃતિક અંતર્ગત જુના ઢાચા ની નવી પદ્ધતિ સાથે નવા પરિવર્તન સમય નીકળી ને ધ્યાને રાખી વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા પુરૂ પાડવામાં આવતું હોય તેમ શાળાના આચાર્ય સંગીતાબેન તેમજ શિક્ષક બહેનો ભાવનાબેન, કોમલ બેન, વિરલભાઇ તેમજ દુષ્યંતભાઈ વગેરે સમગ્ર માળીયા મીયાણા ખાતેની નીરૂબેન પટેલ નગર પ્રાથમિક શાળા ખાતે રાબેતા મુજબ વિદ્યાર્થીઓને શબ્દના જ્ઞાન સાથે રમત ગમત સ્પર્ધા માં પ્રથમ દ્રિતિય, તૃતીય નંબર આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ શિક્ષણ અને રમતગમતમાં શાળાનું ગામનું અને સમાજનું ગૌરવ વધે તેવા ઉમદા હેતુથી વિવિધ કાર્યક્રમો શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવ્યા હતા જે તસવીરમાં – અહેવાલ – આરીફ દિવાન મોરબી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: