રાપર મા યુવા ભાજપ દ્વારા બાઈક રેલી

કચ્છ – રાપર તારીખ – ૧૨/૧૨/૨૦૨૧ રવીવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભવય કાશી દિવય કાશી એ અન્વયે સમગ્ દેશમાં વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત આજે રાપર શહેર ભાજપ તાલુકા યુવા ભાજપ તેમજ શહેર યુવા ભાજપ દ્વારા રાપર શહેર મા ગુરુકુળ રોડ ખાતે થી બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જે શહેર ના બગીચા ખોડીયાર મંદિર સલારી નાકા થઈ દેના બેંક ચોક ખાતે આવેલી આ રેલી ને સ્ટાર્ટ ગાંધીધામ ભાજપના ઉપ પ્રમુખ બળવંત ઠક્કર દ્વારા આપવામાં આવી હતી રેલી મા રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની રાપર તાલુકા યુવા ભાજપ પ્રમુખ ભરતભાઈ મસુરીયા મહામંત્રી મહેશ ગઢવી રાપર શહેર ભાજપ ના મહામંત્રી લાલજી કારોત્રા નિલેશ જોશી બળદેવ ગામોટ વિશ્ર્વ હિન્દુ પરિષદ ના ગજુભા જાડેજા રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા દિવ્ય કાશી ભવ્ય કાશી એ કોરીડોર નું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે આવતી કાલે થઈ રહ્યું છે તે નિમિત્તે રાપર મા નાગેશ્ચર મંદિર ખાતે લાઈવ કવરેજ દ્વારા ઉપસ્થિત લોકો ને બતાવવા મા આવશે એમ જણાવવા મા આવ્યું છે. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: