ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ – ભૂજ ” પોલીસ

મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ નાઓએ દારૂ તેમજ જુગારની બદી નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.એમ.ગોહિલ તથા પોલીસ સબ ઇન્સપેકટરશ્રી આઈ.એચ.હિંગોરાનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ – ભુજના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા . દરમ્યાન આજરોજ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે ચોકકસ બાતમી હકીકત મળેલ કે , મટન માર્કેટ પાછળ , સરાયા વાળા માતમ ચોક પાસે , દેવરી ફળીયામાં આવેલ જખુ માસ્તરના ફળીયામાં રહેતો ભાવેશ વિરેન્દ્ર સીજુએ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે મંગાવેલ ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો રાખી વિદેશીદારૂનું વેચાણ કરે છે , જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી હકીકત મુજબની જગ્યાએ રેડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો નીચે મુજબનો મુદામાલ મળી આવેલ . ભારતીય બનાવટના વિદેશી દારૂની વિગત ( કિ.રૂ .૩૩,૦૦૦ / – ) મેકડોવેલ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની કાચની સીલબંધ બોટલ નંગ – ૭૨ , કી.રૂા .૨૭,૦૦૦ / બીયરના ટીન નંગ – ૬૦ , કિં..૬,૦૦૦ / હાજર નહીં મળી આવેલ ઇસમ ભાવેશ વિરેન્દ્ર સીજ ( અનુસુચીત જાતી ) રહે . મટન માર્કેટ પાછળ , સરાયા વાળા માતમ ચોક પાસે , દેવરી ફળીયામાં આવેલ જખુ માસ્તરના ફળીયામા , ભુજ એમ કુલ કિ.સ. ૩૩,૦૦૦ / – ના મુદામાલ પકડી રેડ દરમ્યાન હાજર નહીં મળી આવેલ ઈસમ વિરૂધ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .

Leave a Reply

Your email address will not be published.

error: