ક્રિકેટ મેચ પર હારજીતનો સટ્ટો રમતા ઇસમને પકડી પાડતી , ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

કચ્છ – ભુજ – તારીખ – ૦૫/૦૧/૨૦૨૨ બુધવાર – મે પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , બોર્ડર રેંજ , ભુજ તથા શ્રી સોરભસીંઘ સાહેબ , પોલીસ અધિક્ષક , પશ્ચિમ કચ્છ , ભુજનાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબના માર્ગદશર્ન હેઠળ દારૂ – જુગારના સફળ કેસો શોધી કાઢવા તથા આ બદીને સંપુર્ણ નેસ્તનાબુદ કરવા સારૂ આપેલ માર્ગદર્શન મુજબ જે અનુશંધાને સર્વેલન્સ ટીમના પો.હેડ.કોન્સ.મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા નાઓને ખાનગી તેમજ સચોડ ભરોસાપાત્ર બાતમી હકિકત મળેલ કે ભાવેશ્વર નગર પારેખ ટાવરમા રહેતો પ્રીત વિનોદભાઓ ગોસ્વામી જે હાલે ઓસ્ટ્રેલીયા ખાતે રમાતી બીગ – બેસ લીગમા ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રમાડે છે , જે બાતમી અન્વયે ખરાઇ કરી પો.સ્ટાફ સાથે રેઇડ કરતા સદરહુ જગ્યાએ નિચે મુજબના આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ પકડાયેલ આરોપીનુ નામ સરનામું : ( ૧ ) પ્રીત વિનોદભાઇ ગોસ્વામી ઉ.વ .૨૬ રહે.ભાવેશ્વરનગર પારેખ ટાવર ગ્રાઉન્ડ ફ્લોર ભુજ કચ્છ → મળી આવેલ મુદામાલ : ( ૧ ) રોકડા રૂ . ૫૫૦ / ( ૨ ) વનપ્લસ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ .૫,૦૦૦ / ( ૩ ) એક આધારકાર્ડ કિ.રૂ .૦૦ / ( ૪ ) ડાયરી નંગ -૦૧ તથા પેન નંગ -૦૧ કિ.રૂ .૦૦ / કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી ઉપરોક્ત કામગીરીમા પ્રો.પો.ઇન્સશ્રી ડી.આર.ચૈાધરીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ.પંકજકુમાર આર.કુશવાહા તથા પો.હેડ.કોન્સમયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ શકિતસિંહ વી.જાડેજા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાય સફળ કામગીરી કરેલ.

Leave a Reply

Your email address will not be published.

error: