ભુજીયા રીંગરોડ વિસ્તારમાથી ધાણી – પાસા જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભુજ શહેર બી ડીવીઝન સર્વેલન્સ સ્ટાફ 

મ્હે પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , બોર્ડર રેંજ , ભુજ તથા શ્રી સૌરભર્સીંઘ સાહેબ , પોલીસ અધિક્ષક , પશ્ચિમ કચ્છ – ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એનપંચાલ સાહેબનાઓએ દારૂ – જુગારના સફળ કેસો શોધી કાઢવા તથા આ બદીને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા સારૂ જરૂરી સુચના આપેલ જે અનુસંધાને ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટેના પો.ઇન્સશ્રી ડી.આર.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા તથા પો.કો પૃથ્વીરાજસિંહ ડી જાડેજા નાઓને ખાનગી તેમજ સચોટ ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ કે , ભુજીયા રીંગરોડ પાસે એલ્યુમીનીયમ સેક્સનના કારખાનાની બાજુમા રહેતો સિકંદર ઇબ્રાહીમ ચાકી પોતાના રહેણાંક મકાનમા બહારથી માણસો બોલાવી ધાણીપાસા વડે હાર – જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી અન્વયે ખરાઇ કરી સ્ટાફ સાથે રેઇડ કરતા સદરહુ જગ્યાએ નીચે મુજબના આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ.

પકડાયેલ આરોપીઓના નામ સરનામા – ( ૧ ) સિંકદર ઇબ્રાહિમ ચાકી ઉ.વ -૩૨ રહે , એલ્યુમિનીયમ સેક્સન કારખાનાની બાજુમા ભુજીયા રીંગરોડ ભુજ ( ૨ ) ઇસ્માઇલ ઉર્ફે રઘુડો અલીમામદ કુંભાર ઉ.વ -૪૨ રહે- મીઠુબાવાના ઘર પાસે કેમ્પ એરીયા ભુજ ( ૩ ) નીખીલ ચંદ્રકાંત સલાટ ઉ.વ -૨૩ રહે- ઓરીઅંટ કોલોની ગરબી ચોક પાસે ભુજ ( ૪ ) વસીમ ઉર્ફે જમાદાર હસનઅલી યમની ઉ.વ -૩૬ રહે- કેવલહોમ સોસાયટી નવાવાસ માધાપર તા – ભુજ ( ૫ ) અલ્તાફ ઓસમાણ માંજોઠી ઉ.વ -૨૬ રહે- પીરવાળી શેરી કેમ્પ એરીયા ભુજ કચ્છ ( ૬ ) સલીમ મામદ માંજોઠી ઉ.વ .૨૭ રહે , પઠાણ ફળીયુ જુના નળકાની પાછળ ભુજ ( ૭ ) પ્રતિક પ્રાણલાલ સલાટ ઉ.વ .૩૫ રહે રઘુવંશી ચોકડી સહયોગ નગર ૧૪ મી શેરી નવી રાવલવાડી ભુજ ( ૮ ) આશિફ જાનમામદ ગગડા ઉ.વ .૩૦ રહે , સીતારાચોક ભીડનાકા બહાર ભુજ ( ૯ ) હનીફ ઇસ્માઇલ ગજણ ઉ.વ .૩૧ રહે માંજોઠી મદ્રેશા પાસે કેમ્પ એરીયા ભુજ ( ૧૦ ) ઇમ્તિયાઝ જુસબ માંજોઠી ઉ.વ .૨૫ રહે , ભક્તિનગર લખુરાઇ ચાર રસ્તાપાસે ભુજ ( ૧૧ ) કિર્તી મહેન્દ્રભાઇ ગોસ્વામી ઉ.વ .૨૬ રહે , રાધા ક્રુષ્ણનગર મીરઝાપર ચોકી પાછળ તા.ભુજ ( ૧૨ ) અજય હરેશભાઇ બારોટ ઉ.વ .૧૯ રહે . ચામુંડા મંદીર પાસે ગણેશનગર ભુજ 

કબજે કરેલ મુદ્દામાલ ( ૧ ) રોકડા રૂ .૩૬,૩૦૦ / ( ૨ ) મોબાઇલ ફોન નંગ -૧૧ કિ રૂ .૫૦,૫૦૦ / ( ૩ ) આધાર કાર્ડ -૦૬ , ડ્રા.લાઇસન્સ- ૦૨ તથા ચુટણીકાર્ડ -૦૧ ધાણીપાસા નંગ -૦૨ જે તમામની કિ.રૂ .૦૦ / એમ કુલ રૂપીયા ૮૬,૮૦૦ / –

કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી ઉપરોક્ત કામગીરીમા પ્રો.પો.ઇન્સશ્રી ડી.આર ચૈાધરીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ.પંકજકુમાર આર.કુશવાહા તથા પો.હેડ.કોન્સ.મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ શકિતસિંહ વી.જાડેજા એ તથા પૃથ્વીરાજસિંહ જાડેજા રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાય સફળ કામગીરી કરેલ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: