કેબલ ચોરી તથા મો.સા ચોરીના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢતી ગઢશીશા પોલીસ 

તા : -૧૧/૦૨/૨૦૨૨ મહે.પોલીરા મહાનિરીક્ષક શ્રી જે . આર.મોંથલીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા શ્રી સૌરભ સિંઘ સાહેબ પોલીરા અધિક્ષક પશ્ચિમ કચ્છ – ભુજ નાઓની સુચના મુજબ પશ્ચિમ કચ્છ જીલ્લામાં મિલકત સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોઇ જે અનુરાંધાને શ્રી જે.એન પંચાલ સાહેબ ના.પો અધિ.શ્રી ભૂજ વિભાગ ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ ગઢશીશા પોલીસ સ્ટેશનના ઇ / પોલીસ ઇન્સપેકટર શ્રી આર.સી ગોહીલ સા.નાઓએ ગઢશીશા પોલીસ સ્ટેશનના સ્ટાફને સુચના આપતાં . આજરોજ અંગેના પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ.ભરતકુમાર આબાભાઇ ચૌધરી તથા પો.હેડ.કોન્સ નવીનભાઇ ડી.પટેલ તથા પો.કોન્સ.કાનજીભાઇ હરીભાઇ ડોડીયા તથા પો.કોન્સ પ્રદ્યુમનસિંહ સુરૂભા જાડેજા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોઈ તે દરમ્યાન પો.હેડ.કોસ ભરતકુમાર બાભાઇ ચૌધરી નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે.ગઢશીશા પો.સ્ટે એ – પાર્ટ ગુ.ર.નં .૦૪૩ / ૨૨ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબના ગુના કામે ચોરીમાં ગયેલ બાઇક સાથે એક ઇસક વેકરા ગામે જન મંદીર પાસે હોવાની હકીકત મળેલ હોઇ જે જગ્યાએ જતા ચોરીમાં ગયેલ મો.સા. GJ – 12 – EC – 6992 વાળી મજકુર કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક પાસેથી મળી આવેલ જેથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકની તેના ભાઈ રુબરુ પુછપરછ કરતા પોતે આ બાઇક ચોરી કરેલ હોવાની કબુલાત આપતો હોઇ તેમજ ગઢશીશા પો.સ્ટે એ – પાર્ટ ગુ.ર.નં .૦૫૫૫૨૦૨૧ આઇ.પી.સી કલમ .૩૭૯ મુજબના કામે ચોરી થયેલ કેબલ વાયર પણપોતે તથા તેના પિતાજી અરવિંદ કોલીએ રાત્રીના ભાગે મઉ ગામની સીમમાં આવેલ પાણીના બોરીના કેબલ વાયર કાપી ચોરી કરેલ હોવાની કબુલાત આપતો હોઇ જેથી તેની પુછપરછ કરી તેને તેના ભાઇને પરત સોંપવામાં આવેલ અને કેબલ ચોરીના ગુના કાર્મના સહ આરોપી અરવિંદ રમજુ ઉર્ફે રમેશ કોલી ઉવપર રહે.વેકરા તા.માંડવી વાળાને સદર ગુના કામે અટક કરી તેના કબ્જામાંથી ચોરીમાં ગયેલ કેબલ વાયર તથા ગુના કામે ઉપયોગમાં લીધેલ કુહાડીના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . આરોપીઃ ૧.અરવિંદ રમજુ ઉર્ફે રમેશ કોલી ઉવપર રહે વેકરા તા.માંડવી ૨.કાયદાના સંર્ષમાં આવેલ

બાળક રીકવર કરેલ મુદામાલની વિગત : 1. કેબલ વાયર છોલેલ તથા તેના ટુકડા તથા કુહાડી કી.રુ .૨૦૦૦ / 2. ચોરીમાં ગયેલ મો.સા GJ – 12 – EC – 6992 કી.રૂ .૩૦,૦૦૦ / 3. શોધવામાં આવેલ વણશોધાયેલ ગુના : _ ( ૧ ) ગઢશીશા પો.સ્ટે એ – પાર્ટ ગુ.ર.નં .૦૫૫૫ / ૨૧ આઇ.પી.સી કલમ ૩૭૯ ( ર ) ગઢશીશા પો.સ્ટે એ – પાર્ટ ગુ.ર.નં .૦૪૩ / ૨૨ આઇ.પી.સી કલમ ૩૭૯ આ કામગીરી ગઢશીશા પોલીસ સ્ટેશનના ઇ.પો.ઇન્સ શ્રી આર.સી ગોહીલ સા.માર્ગદર્શન હેઠળ , પો.હેડ.કોન્સ.ભરતકુમાર આંબાભાઇ ચૌધરી તથા પો.હેડ.કોન્સ નવીનભાઇ ડી.પટેલ તથા પો.કોન્સ.કાનજીભાઇ હરીભાઇ ડોડીયા તથા પો.કોન્સ પ્રદ્યુમનસિંહ સુરૂભા જાડેજા નાઓ એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: