૨૮ વાડીઓ માંથી થયેલ કેબલ ચોરીના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢતી નખત્રાણા પોલીસ 


મ્હે પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ ચોરીના વણ શોધાયેલ ગુન્હાઓ તેમજ કેબલ ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ . જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી બી.એમ.ચૌધરી સાહેબએ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાડીઓ માંથી થતા કેબલ ચોરીના બનાવો અટકાવવા તેમજ અગાઉ દાખલ થયેલ કેબલ ચોરીના વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે ખંતપુર્વક પ્રયત્નો કરવા માર્ગદર્શન તથા જરૂરી સુચનાઓ આપેલ જે અનુસંધાને આજ રોજ નખત્રાણા પોલીસ સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓ પો.સ.ઇ. આર.જે.ચારણ સાથે પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. મુકેશકુમાર સાધુ તથા પો.કોન્સ . ધનજીભાઇ આહિર તથા પો.કોન્સ . નરેંદ્રસિંહ સોઢા નાઓને સયુંકત રીતે ચોકકસ તથા સચોટ બાતમી હકીકત મળેલ કે (૧) રામજી કોલી (૨) સંજય કોલી રહે.ગણેશનગર નખત્રાણા વાળાઓ નખત્રાણા તાલુકાના વાડી વિસ્તાર માથી બોરનો ચોરાયેલ કેબલ વાયર લઇને વેચવા જનાર છે તેવી બાતમી હકિકત આધારે નખત્રાણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ગણેશનગર ત્રણ રસ્તા ઉપર વોચમા હતા તે દરમ્યાન બાતમી મુજબના ઇસમો (૧) રામજી ઉર્ફે બાયજો ખીમજી કોલી (૨) સંજય મીઠુ કોલી રહે.ગણેશનગર , નખત્રાણા વાળાઓ ત્યાંથી નીકળતા તેઓને રાઉન્ડઅપ કરી પુછપરછ કરતા તેઓએ વાડીમાંથી બોરનો કેબલ વાયર ચોરી કરેલાની કબુલાત આપેલ જેથી તેઓને કેબલ ચોરીના ગુન્હા કામે અટક કરવામા આવેલ અને તેઓ બન્નેની વિશેષ પુછપરછ દરમ્યાન તેઓએ નખત્રાણા તાલુકાના અલગ અલગ વાડી વિસ્તાર માંથી કુલ ૨૮ વાડી માંથી બોરના કેબલ વાયરોની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ તેમજ તેઓએ અગાઉ વાડીઓ માંથી ચોરેલ કેબલ વાયર સળગાવીને તેનુ તાંબુ નખત્રાણા મેઇન બજારમા આવેલ વિપુલ મેટલ સ્ટોર નામની દુકાન વાળા જેન્તીલાલ સોની ને આપેલ હોવાનુ જણાવતા તે જ્ગ્યાએ તપાસ કરતા ચોરીમાં ગયેલ મુદામાલ પૈકી તાંબાના વાયરો મળી આવતા કબ્જે કરી દુકાન માલીક જેન્તીલાલ વાલજી બીજલાણી ( સોની ) રહે.નખત્રાણા વાળાને પણ રીસીવર તરીકે રાઉન્ડપ કરેલ છે 

અને નખત્રાણા તાલુકાના અલગ અલગ ૨૮ વાડી માંથી થયેલ કેબલ ચોરીના કુલ -૯ વણ શોધાયેલ ગુન્હાઓ શોધી સફળ કામગીરી કરેલ છે . આરોપીઓના નામ : (૧) રામજી ઉર્ફે બાયજો ખીમજી કોલી ઉવ .૨૪ રહે.ગણેશનગર નખત્રાણા (૨) સંજય મીઠુ કોલી ઉવ .૧૯ રહે.ગણેશનગર , નખત્રાણા (૩) જેન્તીલાલ વાલજી બીજલાણી ( સોની ) ઉવ .૭૫ રહે.દેવકીનગર , નખત્રાણા ( રીસીવર )

શોધાયેલ ગુન્હાઓ : (૧) પાર્ટ એ ગુ.ર.નં. – ૧૬૧૫ / ૨૦૨૧ – IPC કલમ -૩૭૯ (૨) પાર્ટ એ ગુ.ર.નં. – ૧૫૫૩ / ૨૦૨૧ – IPC કલમ -૩૭૯ (૩) પાર્ટ એ ગુ.ર.નં. – ૧૫૦૩ / ૨૦૨૧ – IPC કલમ -૩૭૯ (૪) પાર્ટ એ ગુ.ર.નં. – ૭૧૭૨ / ૨૦૨૧ – IPC કલમ -૩૭૯,૪૪૭ (૫) પાર્ટ એ ગુ.ર.નં. – ૦૧૬૯ / ૨૦૨૧ – IPC કલમ -૩૭૯,૪૪૭ (૬) પાર્ટ એ ગુ.ર.નં. – ૧૩૯ / ૨૦૨૧ – IPC કલમ -૩૭૯,૪૪૭ (૭) પાર્ટ એ ગુ.ર.નં. – ૦૧૨૩ / ૨૦૨૧ – IPC કલમ -૩૭૯,૪૪૭ (૮) પાર્ટ એ ગુ.ર.નં. – ૦૧૨૨ / ૨૦૨૧ IPC કલમ -૩૭૯,૪૪૭ (૯) પાર્ટ એ ગુ.ર.નં. – ૦૧૧૦ / ૨૦૨૧ – IPC કલમ -૩૭૯

કબ્જે કરેલ મુદ્દામાલ : (૧) કેબલ વાયર ૫૦ મીટર કી.રૂ .૧૬૦૦ / (૨) કેબલ વાયરમાંથી સળગાવીને કાઢેલ તાંબુ કીલો- ૨૪ કિં.રૂ .૧૬,૮૦૦ / 

કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારીઓ : ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ . શ્રી બી.એમ. ચૌધરી તથા પો.સબ.ઇન્સ . આર.જે. ચારણ તથા એ.એસ.આઇ. મુકેશકુમાર નવિનચંદ્ર સાધુ તથા એ.એસ.આઇ. પુનશીભાઇ લાખુભાઇ ગઢવી તથા પો.કોન્સ . ધનજીભાઇ રામાભાઇ આહીર તથા પો.કોન્સ . નરેન્દ્રસિંહ સવાઇસિંહ સોઢા તથા પો.કોન્સ . મયંકભાઇ દિપકભાઇ જોષી તથા પો.કોન્સ . નિલેશભાઇ જગાભાઇ રાડા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: